Not Set/ વડોદરાના એડિશનલ કલેક્ટર સુરેશ ગામીતનું રહસ્યમય સંજોગોમાં મોત

  વડોદરાના એડીશનલ કલેકટર સુરેશ ગામીતનું હૃદય રોગના હુમલાથી અવસાન થયું છે. તેમનો મૃતદેહ તેમના જ ઘરમાંથી રહસ્યમય સંજોગોમાં મળી આવ્યો હતો. નોધનીય છે કે, ગામીત છેલ્લા 15 દિવસથી ઓફિસે ગયા નાં હતા. નોધનીય છે કે, વર્ષ  2018 થી ગામીત બરોડા ખાતે કાર્યરત હતા. અગાઉ વડોદરા સિવિલ ડિફેન્સમાં ફરજ બજાવતા હતા. 57 વર્ષીય સુરેશ ગામિત […]

Gujarat Vadodara
 

વડોદરાના એડીશનલ કલેકટર સુરેશ ગામીતનું હૃદય રોગના હુમલાથી અવસાન થયું છે. તેમનો મૃતદેહ તેમના જ ઘરમાંથી રહસ્યમય સંજોગોમાં મળી આવ્યો હતો. નોધનીય છે કે, ગામીત છેલ્લા 15 દિવસથી ઓફિસે ગયા નાં હતા.

નોધનીય છે કે, વર્ષ  2018 થી ગામીત બરોડા ખાતે કાર્યરત હતા. અગાઉ વડોદરા સિવિલ ડિફેન્સમાં ફરજ બજાવતા હતા. 57 વર્ષીય સુરેશ ગામિત સિવિલ ડિફેન્સમાં એડિશનલ કલેક્ટર તરીકે વડોદરામાં નોકરી કરતાં હતા. અને તેમનો પરિવાર સુરતમાં રહે છે

ગઇકાલે સાંજે સાત વાગ્યે ડ્રાઇવર તેમને ટિફિન આપવા માટે ઘરે ગયો હતો. ઘરમાં ઘૂસતાંની સાથે જ ડ્રાઈવરે જે દ્રશ્ય જોયું તેને જોઈ તે હેરાન થઈ ગયો. સુરેશ ગામિત ખાટલામાં સૂતા હતા અને તેમના મોઢામાંથી ફીણ નીકળતું હતું. હાલના તબક્કે તો ગામિતનું મોત હાર્ટએટેકથી થયું હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. મોતનું સાચુ કારણ જાણવા માટે પોલીસ પીએમ રિપોર્ટની રાહ જોઇ રહી છે. ગામીતના મોત ને લઈ ને  મહેસૂલી અધિકારીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

તેમના ડ્રાઈવર અને સહકર્મીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર તેઓ માનસિક તણાવ હોવાનું પણ જણાવ્યું હતું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.