Gandhinagar News/ ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનો આજથી પ્રારંભ

GSEB દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષાઓ (Science Practical Exam) 5 ફેબ્રુઆરી 2026થી શરૂ થઈ છે. પરીક્ષાઓ 13 ફેબ્રુઆરી સુધી ચાલશે અને તમામ કેન્દ્રો પર બાહ્ય નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલ પરીક્ષાઓ (Science Practical Exam)નો આજથી ઔપચારિક આરંભ થયો છે.આજે તા. 5 ફેબ્રુઆરી 2026થી રાજ્યભરમાં આ પ્રેક્ટિકલ પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે અને તે 13 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે.

આ પરીક્ષાઓ સાયન્સના મુખ્ય વિષયો જેવા કે ભૌતિક વિજ્ઞાન (Physics),રસાયણ વિજ્ઞાન (Chemistry) અને જીવ વિજ્ઞાન (Biology) માટે યોજાશે. આ પ્રેક્ટિકલ પરીક્ષા (Science Practical Exam)ઓ મુખ્ય (Theory) પરીક્ષાઓ પહેલાં લેવામાં આવે છે, જે 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ 2026 સુધી ચાલશે.

પ્રેક્ટિકલ પરીક્ષા (Science Practical Exam)નો સમય 

પ્રેક્ટિકલ પરીક્ષા (Science Practical Exam)ની આજે (5 ફેબ્રુઆરી 2026) શરૂઆત થઈ ગઈ છે. જે 13 ફેબ્રુઆરી 2026ના રોજ પૂર્ણ થશે.જેમાં  ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન જેવા વિષયોની પરીક્ષા લેવાશે.પરીક્ષાનો સેમી સામાન્ય રીતે બપોરે 3:00થી 6:30 સુધી  રહેશે.

પરીક્ષા દરમિયાન દરેક પરીક્ષા કેન્દ્ર પર બાહ્ય નિરીક્ષક (External Examiner/Observer) ફરજિયાત રાખવામાં આવ્યા છે. આ નિરીક્ષકોને જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા નિમણૂક કરવામાં આવે છે. આ પગલું પરીક્ષાની ન્યાયસંગતતા, પારદર્શકતા અને નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે. આ સાથે આંતરિક પરીક્ષકો પણ હાજર રહેશે.


આ પણ વાંચો:ગુજરાત માધ્યમિક બોર્ડની ચૂંટણી સપ્ટેમ્બરમાં યોજાશે

આ પણ વાંચો:ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીનું ચાલે છે મતદાન

આ પણ વાંચો:દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ગુજરાત બોર્ડનો મહત્વપૂર્ણ નિર્ણય, પેપર લખવાના સમયમાં કર્યો વધારાનો સમય