sports news/ T20 વર્લ્ડ કપ 2026 વાતાવરણ ગરમાયું, પાકિસ્તાને ભારત સામે રમવાની ના પાડી

T20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ સ્ટેજમાં 15 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં મેચ યોજાવાની હતી.

Sports Trending
પાકિસ્તાન (Pakistan)ની ક્રિકેટ ટીમ ટૂર્નામેન્ટ દરમિયાન ભારત સામે કોઈપણ મેચ રમશે નહીં.

Sports News: આગામી ICC મેન્સ (ICC Men’s) T20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) પહેલા ક્રિકેટ મેચ (Cricket Match)માં એક મોટો વિવાદ (Big Controversy)ઊભો થયો છે. પાકિસ્તાન (Pakistan)ના વડાપ્રધાન શાહબાઝ શરીફ (PM Shahbaz Sharif) સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું છે કે પાકિસ્તાન (Pakistan)ની ક્રિકેટ ટીમ ટૂર્નામેન્ટ દરમિયાન ભારત સામે કોઈપણ મેચ રમશે નહીં.

સૂત્રો અનુસાર ,આ નિર્ણય 15 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાનની મેચ ન રમવાની પુષ્ટિ કરી હતી જેના કારણે માત્ર ક્રિકેટ (Cricket) નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં પણ ગરમાવો આવી ગયો છે.

પાકિસ્તાન (Pakistan) વડાપ્રધાન શાહબાઝ શરીફ (PM Shahbaz Sharif) શું કહ્યું?

પાકિસ્તાન (Pakistan)ના વડાપ્રધાને(PM) મીડિયા સમક્ષ નિવેદન આપતાં જણાવ્યું કે,

“આ નિર્ણય માત્ર ક્રિકેટનો નથી, પરંતુ રાષ્ટ્રીય હિત અને સુરક્ષા સાથે સંકળાયેલો છે.”

તેમણે ભારત સામે મેચના બહિષ્કારનો બચાવ કરતા કહ્યું કે પાકિસ્તાન (Pakistan)પર પસંદગીયુક્ત અને ભેદભાવપૂર્ણ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. તેમના મતે, ICC દ્વારા કેટલાક દેશો માટે એક અને પાકિસ્તાન (Pakistan) માટે અલગ માપદંડ અપનાવવામાં આવે છે.

15 ફેબ્રુઆરીની મેચ ચર્ચામાં

ઉલ્લેખનીય છે કે T20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ સ્ટેજમાં 15 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં મેચ યોજાવાની હતી. આ મેચને વિશ્વ ક્રિકેટની સૌથી મોટી ટક્કર માનવામાં આવતી હતી. હવે પાકિસ્તાનના આ નિર્ણય બાદ આ મેચના આયોજન પર મોટું પ્રશ્નચિહ્ન ઉભું થયું છે.

 

 

ICCની પ્રતિક્રિયા અને ચેતવણી

પાકિસ્તાનના બહિષ્કારના નિર્ણય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ICCના સૂત્રો મુજબ,વૈશ્વિક ટૂર્નામેન્ટમાં પસંદગીયુક્ત રીતે ભાગ ન લેવું નિયમો વિરુદ્ધ છે, આવા નિર્ણયથી ક્રિકેટની ભાવના અને સ્પર્ધાત્મક માળખું ખોરવાય છે.

ICCએ પાકિસ્તાનને સંકેત આપ્યો છે કે આ નિર્ણયના પરિણામો ગંભીર હોઈ શકે છે, જેમાં દંડ કે ભવિષ્યની ટૂર્નામેન્ટમાં ભાગીદારી પર અસર પડી શકે છે.

પાકિસ્તાન (Pakistan)પર પસંદગીયુક્ત અને ભેદભાવપૂર્ણ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.

PCB અને મોહસિન નકવીની ભૂમિકા

આ નિર્ણય પાછળ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના વડા મોહસિન નકવી (Chief Mohsin Naqvi)ની મહત્વની ભૂમિકા હોવાનું માનવામાં આવે છે. તેઓ પાકિસ્તાનના ગૃહ પ્રધાન પણ છે. વડાપ્રધાન શાહબાઝ શરીફ (PM Shahbaz Sharif)સંકેત આપ્યો કે આ નિર્ણય ICCના “બેવડા ધોરણો” સામેનો પ્રતિભાવ છે.


આ પણ વાંચો:પાકિસ્તાન ભારત સામે મેદાનમાં નહીં ઉતરે તો ગંભીર પરિણામો આવશે: ICC

આ પણ વાંચો:T20 વર્લ્ડકપમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! પાકિસ્તાને ભારત સામેની મેચનો કર્યો બહિષ્કાર, આઈસીસીમાં મચ્યો ફફડાટ

આ પણ વાંચો:મુંબઈના ગ્રાઉન્ડ પર રનનો વરસાદ કરતા પહેલા ખેલાડીઓ તૂટી પડ્યા પાણીપૂરી પર!