Gujarat News:ગુજરાત શિક્ષણ બોર્ડે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ વિદ્યાર્થીઓ માટે ધોરણ 9 થી 12 સુધીની પરીક્ષાઓની (Exam) સમય મર્યાદા વધારવામાં આવી છે. પરીક્ષાના દરેક કલાક માટે 20 મિનિટનો વળતરનો સમય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે દિવ્યાંગ વિદ્યાર્થીઓને હવે એક કલાકના પેપર માટે 20 મિનિટ, બે કલાકના પેપર માટે 40 મિનિટ અને ત્રણ કલાકના પેપર માટે 60 મિનિટનો વધારાનો સમય મળશે.
પરીક્ષા (Exam) અરજી ફોર્મ ભરવાની અંતિમ તારીખ બે દિવસ લંબાવી

આ દરમિયાન, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ફેબ્રુઆરી-માર્ચ 2026 માં યોજાનારી ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ માટે અરજી ફોર્મ ભરવાની અંતિમ તારીખ બે દિવસ લંબાવી છે.

વિદ્યાર્થીઓ હવે 24 ડિસેમ્બર, 2025 સુધી ફોર્મ ભરી શકે છે. અરજી ફોર્મમાં કોઈપણ સુધારા કરવા અથવા આચાર્ય પાસેથી મંજૂરી મેળવવાની છેલ્લી તારીખ 26 ડિસેમ્બર, 2025 રહેશે. શાળાઓ બાકીની ફી 30 ડિસેમ્બર, 2025 સુધી સબમિટ કરી શકે છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ અનુસાર,ફેબ્રુઆરી-માર્ચ 2026 માં યોજાનારી ગુજરાતમાં ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાઓ (Exam) માટે ફોર્મ ભરવા અને અરજીઓમાં સુધારા કરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે.બોર્ડની સત્તાવાર વેબસાઇટ, gsebeservice.com પર 24 ડિસેમ્બર, 2025 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે.
આ પણ વાંચો:એક વર્ષનો B.Ed કોર્સઃ 10 વર્ષ પછી મોટો ફેરફાર, હવે તમે 1 વર્ષમાં ફરીથી B.Ed કરી શકશો
