Rajkot News/ રાજકોટમાં 7 ડિસેમ્બરે યોજાશે એર શો, સૂર્યકિરણની ટીમ ફ્લાય પાસ્ટ કરશે

1996માં સ્થપાયેલી સૂર્યકિરણ એરોબેટિક ટીમ ભારતીય વાયુસેનાના 52મા સ્ક્વોડ્રનનો ગર્વ છે.આજે સૂર્યકિરણ વિશ્વની એકમાત્ર એવી 9-એરક્રાફ્ટ એરોબેટિક ટીમ છે

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: વર્ષના અંતમાં રાજકોટવાસીઓને એક અવિસ્મરણીય ભેટ મળવા જઈ રહી છે. આવતીકાલે નહીં, પરંતુ 7 ડિસેમ્બર, 2025ના રોજ રાજકોટના આકાશમાં ભારતીય વાયુસેનાની વિશ્વવિખ્યાત ‘સૂર્યકિરણ ટીમ’ (SKAT) દિલધડક સ્ટંટ અને અવનવા કરતબો રજૂ કરશે. નવ BAE હોક વિમાનોની ચોકસાઈ, ઝડપ અને સૌંદર્યનો અદ્ભુત સંગમ જોવા લાખો લોકો ઉમટી પડે તેવી શક્યતા છે.

1996માં સ્થપાયેલી સૂર્યકિરણ એરોબેટિક ટીમ ભારતીય વાયુસેનાના 52મા સ્ક્વોડ્રનનો ગર્વ છે. શરૂઆતમાં HALના HJT-16 કિરણ MK-II વિમાનો સાથે શરૂ થયેલી આ ટીમે 2015થી અત્યાધુનિક BAE Hawk Mk-132 એડવાન્સ્ડ જેટ ટ્રેનરનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. આજે સૂર્યકિરણ વિશ્વની એકમાત્ર એવી 9-એરક્રાફ્ટ એરોબેટિક ટીમ છે જે પોતાના તમામ પાઇલટ્સ ક્વોલિફાઇડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર્સ (QFI) હોય છે.

આ ટીમે અત્યાર સુધીમાં 900થી વધુ 9-એરક્રાફ્ટ ફોર્મેશન પ્રદર્શન કર્યા છે અને ભારત ઉપરાંત ચીન, થાઇલેન્ડ, શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર, UAE જેવા દેશોમાં પણ પોતાની કાબેલિયતનું પ્રદર્શન કરી ભારતનું નામ રોશન કર્યું છે.નવ BAE Hawk વિમાનો એકસાથે આકાશમાં તિરંગો, દિલનો આકાર, ડાયમંડ ફોર્મેશન, બેરલ રોલ, લૂપ, વર્ટિકલ ચાર્લી જેવા અત્યંત જોખમી અને દૃષ્ટિનંદન કરતબો રજૂ કરશે.ધુમાડાથી બનેલો વિશાળ તિરંગો અને “IAF” લખાણ રાજકોટના આકાશને રંગીન બનાવશે.શોનો સમય અંદાજે સવારે 10:30થી બપોરે 12:00 સુધી રહેશે.
આ શો  રાજકોટ એરપોર્ટ અને આસપાસના વિસ્તારોમાંથી દેખાશે.

31 ઓક્ટોબરે કેવડિયામાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા પરેડ દરમિયાન સૂર્યકિરણે આકાશમાં અદ્ભુત પ્રદર્શન કર્યું હતું.ઓક્ટોબરના અંતમાં  મહેસાણામાં ઇતિહાસમાં પહેલીવાર યોજાયેલા એર શોમાં લાખો લોકોએ સ્ટંટ જોઈ તાળીઓના ગડગડાટથી વધાવ્યા હતા. હરિયાણાના હિસારમાં ધુમાડાથી બનેલા વિશાળ દિલના આકારે લોકોના દિલ જીતી લીધા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહેસાણામાં વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમનો એર શો યોજાશે

આ પણ વાંચો:અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાનારા એર શોનું રિહર્સલ

આ પણ વાંચો:8 ઓક્ટોબર ભારતીય વાયુસેના દિવસ સંગમ વિસ્તારમાં એર શોનું આયોજન કરાયું