રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે .ગુજરાતના અનેક જિલ્લાઓની હોસ્પિટલમાં બેડની અછત જોવા મળે છે .ધાર્મિક સંસ્થાઓ લોકસેવા માટે કામે લાગી ગઇ છે.જૂનાગઢના ધોરાજી ધોરીમાર્ગ પર ઝાલણસર ગામ નજીક સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા શ્રી ધામ કોવિડ કેર આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં તમામ તબીબી સાધન અને સવલતો સાથે ચોવીસ કલાક તબીબોની દેખરેખ હેઠળ કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરવામાં આવશએ.. આ કોવિડ કેર આઇસોલેશન સેન્ટરમાં તમામ દર્દીઓને વિનામૂલ્યે તબીબી સવલતો દવાઓ તેમજ ભોજન સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
ડોકટરોની હાજરી તેમજ તમામ પ્રકારની દવાઓ અને ભોજન વિના મૂલ્યે પૂરા પાડવામાં આવી રહ્યા છે.શ્રી ધામ કોવિડ કેર આઇસોલેશન સેન્ટરમાં 4 તબીબો દસ કરતાં વધુ સહાયક સ્ટાફ સહિત આધુનિક સાધનો અને તમામ પ્રકારની જરૂરી દવાઓ સાથે આ કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે. જ્યાં વેન્ટિલેટર અને ઓક્સિજનની તમામ સુવિધાઓ પણ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. અહીં કોરોના સંક્રમિત થઈને આવેલા પ્રત્યેક દર્દીને સતત 24 કલાક તબીબી નિરીક્ષણ નીચે રાખી શકાય તેવું આગવું આયોજન પણ કરવામ 80 જેટલા બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગત એક અઠવાડિયા દરમિયાન પ્રતિદિન 7થી 10 જેટલા લોકો કોરોના સંક્રમણની સારવાર લઇને સ્વસ્થ થઈ પોતાના ઘરે પરત ફરી રહ્યા છે.
