Rajkot News/ રાજકોટના ધોરાજીમાં પ્લાસ્ટિક રી પ્રોસેસ ઉદ્યોગકારો દ્વારા પ્લાસ્ટિકનો વેસ્ટ સળગાવી પ્રદુષણ ફેલાવાતા લોકોના આરોગ્ય પર જોખમ

પ્લાસ્ટિક રી પ્રોસેસ ના ઉદ્યોગકારો સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ નહીંતર લોકો ભયંકર બીમારીમાં સપડાઈ જશે

Top Stories Gujarat Rajkot

Rajkot News : રાજકોટ જીલ્લા ના ધોરાજી માં પ્લાસ્ટિક રી પ્રોસેસ ઉદ્યોગ કારો દ્વારા જાહેર માં પ્લાસ્ટિક નો વેસ્ટ સળગાવી અને પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે જેને લઇને ધોરાજીના લોકોના આરોગ્ય પર જોખમ ઊભું થયું છેરાજકોટ જિલ્લાનું ધોરાજી અને ધોરાજીમાં આવેલ પ્લાસ્ટિક રી પ્રોસેસ ઉદ્યોગ જે પ્લાસ્ટિકના વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ બનાવવામાં ભારતભરમાં પ્રખ્યાત છે આ ઉદ્યોગકારો દ્વારા પ્લાસ્ટિકનું વેસ્ટ લઈ અને તેનું રિપ્રોસેસ કરી ને દોરી દોરડા બોક્ષ પટ્ટી જેવી અનેક વસ્તુઓ બનાવમાં આવે છે.

પરંતુ બેફામ બની ચૂકેલા અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના નીતિ નિયમ ને નેવે મૂકી ને આ પ્લાસ્ટિક રી પ્રોસેસ ઉદ્યોગ કારો દ્દવારા અમુક વેસ્ટ નો જે બિન ઉપયોગી જથ્થો હોઈ છે એનું નાસ કરવાને બદલે જાહેર માં સળગાવવામાં આવે છે ને જેને કારણે લોકો ના સ્વાસ્થ્ય પર જોખમ ઉભુ થાઈ છે એવું લોકો આક્ષેપ કરી રહ્યા છે

ધોરાજીના સ્થાનિકોનો આક્ષેપ છે કે પ્લાસ્ટિક રી પ્રોસેસ ઉદ્યોગ દ્વારા જે જાહેરમાં વેસ્ટ સળગાવવામાં આવે છે તેમાં અમુક વેસ્ટ માં કેમિકલ વાળું વેસ્ટ હોવાના કારણે ધુમાડો ફેલાય છે જે ધુમાડા ને કારણે લોકોને આરોગ્ય પર જોખમ ઊભું થાય છે અને શ્વાસ અને દમ ટીબી જેવી ભયંકર બીમારીઓનો પણ ખતરો રહે છે જાહેરમાં વેસ્ટ સળગાવવાના કારણે લોકોનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે પ્લાસ્ટિક રીપ્રોસેસ ઉદ્યોગકારો બે ફાર્મ બન્યા છે અને ભયંકર પ્રમાણમાં વાયુ પ્રદુષણ ફેલાવી રહ્યા છે આ બાબતે સ્થાનિકો દ્વારા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીને અનેક વાર રજૂઆત કરવામાં આવી પરંતુ અધિકારીઓ કોઈપણ જાતના પગલાં ન લેતા હોવાનું પણ સ્થાનિકોનો આક્ષેપ છે.

ખાસ કરીને ખેતીને પણ નુકસાન થવાની ભીતિ છે કારણ કે પ્લાસ્ટિક સળગાવ્યા બાદ જે ભૂકી વધે છે તે ઉડી અને ખેતરમાં જાય છે અને ખેતરની જમીન બંજર બની રહી છે ખાસ કરીને પ્લાસ્ટિક રિપ્રોસેસ પહેલા પ્લાસ્ટિકની પાણીથી ધોવાની જે પ્રોસિજર કરવાની હોય છે જે પ્રોસિજર બાદ પાણી નીકળે છે તે પાણી નિકાલની પણ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે પાણી જાહેરમાં અને બોરમાં ઠલવી દેવામાં આવે છે જેને કારણે જમીનની અંદરમાં પણ પાણી ઝેરી બની રહ્યું છે

ધોરાજીના લોકોની માંગ છે કે જાહેરમાં વેસ્ટ સળગાવી અને વાયુ પ્રદુષણ ફેલાવનાર પ્લાસ્ટિક રી પ્રોસેસ ના ઉદ્યોગકારો સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ નહીંતર લોકો ભયંકર બીમારીમાં સપડાઈ જશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 26 જાન્યુઆરી પહેલા દિલ્હી કૂચ કરવાની તૈયારી કરી રહેલા ખેડૂતોએ શંભુ બોર્ડરથી ફરી કૂચ શરૂ કરવાની જાહેરાત કરી

આ પણ વાંચો: જામનગરમાં ખેડૂતો સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ

આ પણ વાંચો: સરકાર બજેટમાં ખેડૂતોને મોટી રાહત આપવાની તૈયારીમાં, ક્રેડિટ કાર્ડ પર ₹5 લાખ લોનની અપેક્ષા