Anand News/ અમૂલ ડેરીની ચૂંટણીના પરિણામો જાહેર,ભાજપનો ભગવો લેહરાયો

નિયામક મંડળની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે. સવારે 9 વાગ્યાથી શરૂ થયેલી મતગણતરી બાદ ભાજપને સ્પષ્ટ બહુમતી

Top Stories Gujarat Others Breaking News

Ananad News: આણંદ ડેરી, જેને વિશ્વપ્રસિદ્ધ અમૂલ ડેરી તરીકે ઓળખવામાં આવે છે, તેની નિયામક મંડળની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે. સવારે 9 વાગ્યાથી શરૂ થયેલી મતગણતરી બાદ ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે.

આ ચૂંટણીમાં કુલ 24 ઉમેદવારો વચ્ચે કડક ટક્કર હતી અને 833 મતદારોના મતથી પરિણામ નક્કી થયું. ભાજપ પ્રેરિત પેનલના ફાળે 11 બેઠકો આવી છે, જ્યારે કોંગ્રેસ માત્ર 2 બેઠકો પર જ વિજય મેળવી શકી છે.

પ્રમુખ જીત-હાર કોની ?

આણંદ બેઠક : ભાજપના કાંતિ સોઢા પરમાર વિજેતા

વ્યક્તિગત બેઠક : ભાજપના વિજય પટેલ વિજેતા

બોરસદ બેઠક : કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાર વિજેતા, ભાજપના ગુલાબસિંહ પઢિયાર પરાજિત

પેટલાદ બેઠક : ભાજપની બિનાબેન પટેલ વિજેતા

ખંભાત બેઠક : ભાજપના રાજેન્દ્રસિંહ પરમાર વિજેતા

કપડવંજ બેઠક : કોંગ્રેસના ભૂરા સોલંકી વિજેતા

ભાજપ માટે આ જીત ખાસ માનવામાં આવી રહી છે કારણ કે તેનાથી અમૂલ ડેરીના નિયામક મંડળમાં તેનો પ્રભાવ વધ્યો છે. બીજી તરફ કોંગ્રેસને માત્ર બે બેઠકો મળવાથી તે નિરાશામાં છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમુલ અને મધર ડેરીના પગલે બરોડા ડેરી, દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો કર્યો

આ પણ વાંચો:અમૂલ બાદ મધર ડેરીએ વધાર્યા ભાવ

આ પણ વાંચો:અમૂલ અને મધર ડેરીનું દૂધ આજથી 2 રૂપિયા મોંઘુ થયું, જાણો નવા ભાવ