Not Set/ ભરુચ : કાસવા ગામે ભ્રષ્ટાચાર અને જાતિ વિષયક ટિપ્પણી મામલે સરપંચ દ્વારા કોર્ટ ફરિયાદ

ભરૂચ જિલ્લાના કાસવા ગામે શંકાસ્પદ ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે.  કાસવા ગામે  3 લાખ રૂપિયાની સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવી હતી.  ત્રણ લાખ અંગેનું બિલ ગામના સરપંચે કોન્ટ્રાક્ટર પાસે માંગતા મામલો બીચક્યો હતો.  ભ્રષ્ટાચારની શંકા જતા સરપંચે ભરુચ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા ધક્કા ખાવા પડી રહ્યા છે. ભરૂચ જિલ્લાના કાસવા ગામે શંકાસ્પદ ભ્રસ્ટાચાર નો […]

Top Stories Gujarat Others

ભરૂચ જિલ્લાના કાસવા ગામે શંકાસ્પદ ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે.  કાસવા ગામે  3 લાખ રૂપિયાની સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવી હતી.  ત્રણ લાખ અંગેનું બિલ ગામના સરપંચે કોન્ટ્રાક્ટર પાસે માંગતા મામલો બીચક્યો હતો.  ભ્રષ્ટાચારની શંકા જતા સરપંચે ભરુચ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા ધક્કા ખાવા પડી રહ્યા છે.

ભરૂચ જિલ્લાના કાસવા ગામે શંકાસ્પદ ભ્રસ્ટાચાર નો મામલો સામે આવ્યો છે,પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લા ના કાસવા ગામે 3 લાખ રૂપિયા ની સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવી હતી. રૂપિયા 3 લાખ નો ચેક લઈ ને કોન્ટ્રાક્ટર સીધો સરપંચ પાસે જઈ ને એ ચેક પર સહી કરવાની વાત કહી હતી.  પરંતુ સમગ્ર બાબત થી અજાણ સરપંચે એ કોન્ટ્રાક્ટર પાસે બિલ અને વર્ક ઓર્ડર માંગ્યું હતું.

એ વાત થી ઉશ્કેરાઈ જઇ ને એ કોન્ટ્રાક્ટરે એ આદિવાસી સરપંચ ને જાતિ વિષયક અભદ્ર ભાષા માં ગાળો આપી હતી, જે બાબતે સરપંચ દ્વારા ભરુચ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા ધક્કા ખાવા પડી રહ્યા છે અને અને પોલીસ દ્વારા ફરિયાદ ન નોંધાતા સરપંચ દ્વારા ભરૂચ રૂરલ પોલીસ સ્ટેશન ના PSO, PSI અને STSC સેલ ના DYSP સામે કોર્ટ મા ફરિયાદ કરી ને પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.