રાજકોટમાં પદ્માવત મુદ્દે કરણી સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં લોકેન્દ્રસિંહ કાલવીએ મીડિયાને સંબોધન કર્યુ હતુ. મીડિયાને સંબોધન કરતા તેમણે કહ્યુ હતુ કે, પદ્માવત ફિલ્મના વિરોધનો મુદ્દો માત્ર રજપુતોનો નથી. હિન્દુ સંગઠનો પણ વિરોધ કરી રહ્યા છે.
સુપ્રિમ કોર્ટનો અમે આદર કરીએ છિએ. 25 જાન્યુઆરીએ જનતા કર્ફયુ લગાવશે કોઇ પણ ભોગે ગુજરાતના સિમેમાઘરોમાં પદ્માવત રિલીઝ કરવા નહિ દઇએ તેનો સંકલ્પ લઇએ છિએ. આ મુદ્દે લોકેન્દ્ર સિહે જનતાને સાથ સહકાર આપવા અપિલ પણ કરી છે. ત્યારે ઉલ્લેખનિય છે કે, સુરત અને વલસાડમાં સિનેમાઘરનાં માલિકો દ્વારા પદ્માવત ફિલ્મ રિલિઝ નહિ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
