સુરેન્દ્રનગર ના ધાગધ્રા સરકારી હોસ્પિટલમાં ડોક્ટર ના આભાવ ના પગલે પ્રતીક ઉપવાસ ઉપર લોકો ઉતર્યા છે. આગાઉ આ આ બાબતે ધાંગધ્રા બંધ પણ રહેવા પામ્યું હતું તે છતાં પણ સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની નિમણૂક ન કરવામાં આવતા આજે ધાંગધ્રા વાસીઓ દ્વારા ગાંધી જયંતી નિમિત્તે પ્રતિક ઉપવાસની શરૂઆત કરવામાં આવી છે..
હાલમાં સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના ના કેસ માં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ જિલ્લાના અનેક દવાખાનાઓમાં અને સરકારી દવાખાના ઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ડૉક્ટરોનો અભાવ હોવાની રાવ ફરિયાદ જિલ્લા આરોગ્ય વિભાગમાં ઉઠવા પામી છે ત્યારે આ બાબતની લેખિત રજૂઆત પણ સુરેન્દ્રનગર જિલ્લાના આરોગ્ય વિભાગમાં ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોના લોકો દ્વારા અવારનવાર કરવામાં આવતી હોવા છતાં પણ ડોક્ટરોની નિમણૂકના કરવામાં આવતા હાલમાં જિલ્લાવાસીઓમાં રોષ વ્યાપી જવા પામ્યો છે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા છેલ્લા બે વર્ષથી સરકારી હોસ્પિટલના ડોક્ટર ન હોવાના પગલે ધાંગધ્રા વાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ખાસ કરીને દવા લેવા પણ ખાનગી હોસ્પિટલ ધાંગધ્રા વાસીઓને સહારો લેવો પડી રહ્યો છે અને મજબૂર પણ બનવું પડી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોને અછતને લીધે આજે ગાંધી જયંતી નિમિત્તે 2 ઓક્ટોબરના દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ના હિત રક્ષક મંચ દ્વારા ૧૧ સભ્યો દ્વારા પ્રતિક ઉપવાસ ઉપર ધાંગધ્રા ખાતે ઉતર્યા છે.
ત્યારે આજે વહેલી સવારથી જ રક્ષક મંચના ૧૧ સભ્યો દ્વારા ધાંગધ્રા ખાતે પ્રતિક ઉપવાસની શરૂઆત કરવામાં આવી છે અને માંગણી કરવામાં આવી છે કે જ્યાં સુધી સુરેન્દ્રનગર જિલ્લાની ધાંગધ્રા ની સરકારી હોસ્પિટલમાં કોરોનાની મહામારી વચ્ચે ડોક્ટરોની અછત નહીં કરવામાં આવે ત્યાં સુધી આ પ્રતિક ઉપવાસ શરૂ રહેશે ત્યારે અગાઉ પણ આ મામલે સુરેન્દ્રનગર જિલ્લાનું ધાંગધ્રા એક દિવસ માટે બંધ રહેવા પામ્યું હતું અને ડોક્ટરોની અછત સરકારી દવાખાનામાં પૂરવા માટે આ બાબતે ધાંગધ્રા ના વેપારીઓ અને ધંધાદારીઓ એ પણ સપોર્ટ કર્યો તો તે છતાં પણ આ વાતને બે વર્ષનો સમયગાળો વીતી ગયા હોવા છતાં પણ ધાંગધ્રા ની સરકારી હોસ્પિટલમાં છેલ્લા ત્રણ વર્ષથી ડોક્ટરની અછતને પુરવામાં આવતા હાલમાં ધાંગધ્રા વાસીઓ પણ એક પ્રકારે રોષનો માહોલ સર્જાઈ જવા પામ્યો છે
ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાંસરકારી હોસ્પિટલમાં ડોક્ટર નો અભાવ હોવાના કારણે ધાંગધ્રા તાલુકાના 64 ગામોના લોકોને પ્રાઈવેટમાં દવાખાનાઓમાં દવા લેવા જવા માટે મજબુર બની રહ્યા છે ત્યારે આગામી સમયમાં ધાંગધ્રા ની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની નિમણૂક કરી ખાલી જગ્યા પૂરવામાં આવે તેવી હાલમાં ધાંગધ્રા વાસીઓ માંગ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
