જુઓ વીડિયો/ અમૂલ બટરમાં સોનાની દાણચોરી તમે ક્યારેય નહીં જોઈ હોય…, દુબઈથી 215 ગ્રામ સંતાડેલું સોનું લાવ્યો મુસાફર

મુંબઈ કસ્ટમ્સે સોમવારે 10 અલગ-અલગ કેસમાં 3.03 કિલો સોના અને રૂ. 1.66 કરોડની કિંમતના 02 iPhone જપ્ત કર્યા છે. કસ્ટમ વિભાગે કાર્યવાહી કરી દાણચોરોને પકડી પાડ્યા હતા.

Top Stories India
YouTube Thumbnail 75 અમૂલ બટરમાં સોનાની દાણચોરી તમે ક્યારેય નહીં જોઈ હોય..., દુબઈથી 215 ગ્રામ સંતાડેલું સોનું લાવ્યો મુસાફર

મુંબઈ કસ્ટમ્સે સોમવારે 10 અલગ-અલગ કેસમાં 3.03 કિલો સોનું અને રૂ. 1.66 કરોડની કિંમતના 02 iPhone જપ્ત કર્યા છે. કસ્ટમ વિભાગે કાર્યવાહી કરી દાણચોરોને પકડી પાડ્યા હતા. કસ્ટમ્સે જણાવ્યું હતું કે દાણચોરોએ તેમના શરીર, પ્લેનની સીટ, બોડી કેવિટી, વોશરૂમ, અમૂલ બટર, હેન્કીઝ અને કપડાંમાં સોનું છુપાવ્યું હતું. વિભાગે કાર્યવાહી દરમિયાન એક વીડિયો પણ બનાવ્યો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કસ્ટમ અધિકારીઓ પેન્ટના રબરમાંથી સોનાના નાના ટુકડાઓ કાઢી રહ્યા છે. તે જ સમયે, આ ટુકડાઓને રૂમાલમાં યોગ્ય રીતે છુપાવી દેવામાં આવ્યા છે અને સિલાઇ કરવામાં આવી છે. જેના કારણે અધિકારીઓ એક પછી એક સોનાના ટુકડાઓ બહાર કાઢી રહ્યા છે. અધિકારીઓને સૌથી વધુ આશ્ચર્ય ત્યારે થયું જ્યારે અમૂલના બટર બોક્સની અંદરથી સોનાના ટુકડા બહાર આવવા લાગ્યા. તસ્કરોની આવી મનમાની જોઈ સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. પરંતુ આપણે કસ્ટમ અધિકારીઓને પણ સ્વીકારવું પડશે, જેમણે આટલી ઝીણવટપૂર્વક તપાસ કરી અને આ આખી દાણચોરીની રમતનો પર્દાફાશ કર્યો.

4 માર્ચે આ ઘટનાનો વીડિયો પોસ્ટ કરતા ન્યૂઝ એજન્સી ANIએ કહ્યું- દુબઈથી મુંબઈ જઈ રહેલા એક વ્યક્તિને એરપોર્ટ પર રોકવામાં આવ્યો હતો. અધિકારીઓએ 24 કેરેટ સોનાના દાગીનાના 5 નંગ, 3 રોડિયમ-પ્લેટેડ સિક્કા, 215 ગ્રામ કાપેલા વાયર અને 2 iPhone (પ્રો 128GB) શોધી કાઢ્યા અને જપ્ત કર્યા.

જ્યારે લોકોએ જોયું કે વ્યક્તિએ અમૂલ બટરની અંદર સોનું છૂપાવી દીધું છે તો બધા દંગ રહી ગયા. ઘણા યુઝર્સ આ બાબતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો દાણચોરોના મગજને સલામ કરી રહ્યા છે તો ઘણા કસ્ટમ વિભાગને સલામ કરી રહ્યા છે. કેટલાક લોકો પૂછે છે કે ભાઈ, કસ્ટમ પાસે કયું મશીન છે?


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો શહેરી જનજીવન સુખાકારીની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય

આ પણ વાંચો:પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના કોંગ્રેસ રામ રામ….

આ પણ વાંચો:વડોદરા બેઠક પર શંકર-સીતાની ચર્ચા વચ્ચે આવ્યું રાકેશ અસ્થાનાનું નામ, ગુજરાતની 11 બેઠકો પર કેટલા ‘સરપ્રાઈઝ’?

આ પણ વાંચો:લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, આ દિગ્ગજ નેતા છોડશે કોંગ્રેસનો હાથ