Rajkot Fire Tragedy/ રાજકોટ અગ્નિકાંડના મૃતકોના છ ડેડબોડી સોંપવામાં આવ્યા, સ્પેશ્યલ પીપી તરીકે તુષાર ગોકાણી નીમાયા

રાજકોટ અગ્નિકાંડના મૃતકોના વધુ પાંચ ડેડબોડી  પરત સોંપવામાં આવનાર છે. સામાન્ય રીતે ડીએનએ ટેસ્ટમાં કમસેકમ 48 કલાકનો સમય જતો હોય છે. અત્યાર સુધીમાં કુલ નવ લોકોના ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા પૂરી થઈ છે.

Gujarat Gandhinagar Top Stories Rajkot Trending Breaking News
Beginners guide to 90 1 રાજકોટ અગ્નિકાંડના મૃતકોના છ ડેડબોડી સોંપવામાં આવ્યા, સ્પેશ્યલ પીપી તરીકે તુષાર ગોકાણી નીમાયા

Rajkot News: રાજકોટ અગ્નિકાંડના મૃતકોના વધુ છ ડેડબોડી  પરત સોંપવામાં આવ્યા છે. તેની સાથે સ્પેશ્યલ પીપી તરીકે તુષાર ગોકાણીને નીમવામાં આવ્યા છે.  સામાન્ય રીતે ડીએનએ ટેસ્ટમાં કમસેકમ 48 કલાકનો સમય જતો હોય છે. અત્યાર સુધીમાં કુલ નવ લોકોના ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા પૂરી થઈ છે. અત્યાર સુધીની તમામ ઘટનાઓમાં પહેલી વખત ડીએનએ ટેસ્ટના આટલા ઝડપી પરિણામ આપવાના આવ્યા. રાજકોટ ગેમઝોનની કરુણાંતિકા એફએસએલની ઝડપી સરાહનીય કામગીરી રહી છે.

રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલાઓની ઓળખ એફએસએલની મદદથી કરવામાં આવી રહી છે. રાજકોટ અગ્નિકાંડના મૃતદેહો રાજકોટ સિવિલ લાવવામાં આવ્યા હતા. અગ્નિમાં બળી ગયેલા મૃતદેહો રીતસરનો કોલસો થઈ ગયા હતા. આ મૃતદેહોની સ્થિતિ એટલી ખરાબ હતી કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી. તેના લીધે તેના માટે ડીએનએ ટેસ્ટની મદદ લેવાઈ છે. આ ડીએનએ ટેસ્ટ માટે તેમના નમૂના ગાંધીનગર સ્થિત ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

ફોરેન્સિક લેબોરેટરી આ નમૂનાઓની ચકાસણી કરીને તેના સગાસંબંધીઓ સાથે તેમનો ડીએનએ મેચ કરીને મૃતદેહની ઓળખ કરે છે. ગુજરાતના ઇતિહાસમાં કદાચ એફએસએલે પહેલી વખત આટલા બધા મૃતદેહોની આ રીતે ચકાસણી કરવાની આવી હશે. આમ છતાં પણ એફએસએલ તેનું કામકાજ ત્વરિત ગતિથી કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હાઈકોર્ટના તંત્રને વેધક સવાલો, ‘રાજ્યની મશીનરી ઉપર ભરોસો નથી’

આ પણ વાંચો: ગુજરાત છે ‘જ્વલનશીલ’, પાંચ વર્ષમાં આગે લીધો 3,176નો ભોગ

આ પણ વાંચો: રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડઃ સીએમ ભુપેન્દ્ર પટેલ લાલઘૂમ, છ અધિકારી સસ્પેન્ડ

આ પણ વાંચો: TRP ગેમિંગ ઝોનમાં માંડ મહિના પહેલા નોકરીએ લાગેલા બે કર્મચારીના મૃતદેહની ઓળખ થઈ