દુર્ઘટના/ રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ હેલિકોપ્ટર ક્રેશ મામલે દુ:ખ વ્યકત કર્યું…

“આશા સાથે કે CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને હેલિકોપ્ટરમાં સવાર અન્ય લોકો સુરક્ષિત છે. ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના.”

Top Stories India
mamta11111 રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ હેલિકોપ્ટર ક્રેશ મામલે દુ:ખ વ્યકત કર્યું...

તમિલનાડુના કુન્નુરમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. હેલિકોપ્ટરમાં સીડીએસ જનરલ બિપિન રાવત સહિત 14 લોકો સવાર હતા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા નીતિન ગડકરી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત ઘણા નેતાઓએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને ઘાયલો માટે પ્રાર્થના કરી છે.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, “આશા સાથે કે CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને હેલિકોપ્ટરમાં સવાર અન્ય લોકો સુરક્ષિત છે. ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના.”

 

આ અકસ્માતના કારણે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ આઘાતમાં છે. તેમણે ટ્વીટ કર્યું, “સીડીએસ બિપિન રાવત જીને લઈ જઈ રહેલા હેલિકોપ્ટરના દુર્ઘટનાના સમાચાર સાંભળીને આઘાત લાગ્યો. બધા સુરક્ષિત રહે તેવી પ્રાર્થના.

મમતા બેનર્જીએ ટ્વીટ કર્યું, “કુન્નૂરથી ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. આજે આખો દેશ CDS બિપિન રાવત અને તેમની પત્ની સહિત હેલિકોપ્ટરમાં હાજર તમામ લોકો માટે પ્રાર્થના કરી રહ્યો છે. જે લોકો ઘાયલ છે તેઓ પણ જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના