Not Set/ LAC વિવાદ પર રાહુલ ગાંધીએ સરકારને પૂછ્યા ત્રણ સવાલ

કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ લદ્દાખમાં ચીનનાં પીછેહઠ અંગે કેટલાક પ્રશ્નો ઉભા કર્યા છે અને ચીની તરફથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ સાથે વાત કરી છે. મંગળવારે તેમણે એક ટ્વિટમાં ચીની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, વાતચીતમાં બંને દેશો વચ્ચે યથાસ્થિતિ જાળવવા ભાર કેમ ન મૂકાયો? રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં NSA અજિત ડોવાલ […]

India
e0f2eb24239b42349eda778c608720b7 LAC વિવાદ પર રાહુલ ગાંધીએ સરકારને પૂછ્યા ત્રણ સવાલ
e0f2eb24239b42349eda778c608720b7 LAC વિવાદ પર રાહુલ ગાંધીએ સરકારને પૂછ્યા ત્રણ સવાલ

કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ લદ્દાખમાં ચીનનાં પીછેહઠ અંગે કેટલાક પ્રશ્નો ઉભા કર્યા છે અને ચીની તરફથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ સાથે વાત કરી છે. મંગળવારે તેમણે એક ટ્વિટમાં ચીની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, વાતચીતમાં બંને દેશો વચ્ચે યથાસ્થિતિ જાળવવા ભાર કેમ ન મૂકાયો?

રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં NSA અજિત ડોવાલ અને ચીનનાં સ્ટેટ કાઉન્સિલર વાંગ યી વચ્ચેની વાતચીતને લઈને બંને પક્ષોએ જારી કરેલું નિવેદન શેર કર્યું છે. તેમણે લખ્યું, ‘રાષ્ટ્રીય હિત સર્વોચ્ચ છે. તેની સુરક્ષા કરવી ભારત સરકારની ફરજ છે.

1. યથાસ્થિત પર કોઈ દબાણ કેમ ન કરવામાં આવ્યું?

2. ચીન આપણા ક્ષેત્રમાં 20 નિશસ્ત્ર સૈનિકોની હત્યાને ન્યાયી કેવી રીતે બતાવી રહ્યો છે?

3. ગાલવાન ખીણમાં આપણી પ્રાદેશિક સંપ્રભુતાનો કેમ ઉલ્લેખ નથી? ‘