Not Set/ Independence Day : ભારતની સાથે દુનિયાના આ ત્રણ દેશો પણ ૧૫મી ઓગષ્ટે મનાવે છે પોતાનો સ્વતંત્રતા દિવસ

નવી દિલ્હી, ૧૫ ઓગષ્ટ, ૧૯૪૭નો દિવસ આપના ભારત દેશ માટે ખૂબ અગત્યનો ગણવામાં આવે છે, કારણ કે આ જ દિવસે આપણે અંગ્રેજોની ૨૦૦ વર્ષની ગુલામીમાંથી આઝાદ થયા હતા. જો કે વર્ષ ૧૯૪૭માં મળેલી આઝાદીની રસપ્રદ વાત એ છે કે, બ્રિટન ભારતને આ વર્ષે આઝાદ કરવાનું ઈચ્છતુ ન હતું. પરંતુ અંગ્રેજોનો ઈરાદો ભારતને ૧૯૪૮માં આઝાદ કરવાનો […]

India Trending
601515 208646301511241862275931904430796n Independence Day : ભારતની સાથે દુનિયાના આ ત્રણ દેશો પણ ૧૫મી ઓગષ્ટે મનાવે છે પોતાનો સ્વતંત્રતા દિવસ

નવી દિલ્હી,

૧૫ ઓગષ્ટ, ૧૯૪૭નો દિવસ આપના ભારત દેશ માટે ખૂબ અગત્યનો ગણવામાં આવે છે, કારણ કે આ જ દિવસે આપણે અંગ્રેજોની ૨૦૦ વર્ષની ગુલામીમાંથી આઝાદ થયા હતા. જો કે વર્ષ ૧૯૪૭માં મળેલી આઝાદીની રસપ્રદ વાત એ છે કે, બ્રિટન ભારતને આ વર્ષે આઝાદ કરવાનું ઈચ્છતુ ન હતું. પરંતુ અંગ્રેજોનો ઈરાદો ભારતને ૧૯૪૮માં આઝાદ કરવાનો હતો.

પરંતુ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા ચલાવવામાં આવી રહેલા ભારત છોડો આંદોલનથી અંગ્રેજો એટલા હેરાન થઇ ગયા હતા કે તેઓએ ભારતને એક વર્ષ પહેલા જ એટલે કે ૧૫ ઓગષ્ટ, ૧૯૪૭ના રોજ આઝાદ કરવાનો નિર્ણય લીધો હતો.

150269500859914e6018367 Independence Day : ભારતની સાથે દુનિયાના આ ત્રણ દેશો પણ ૧૫મી ઓગષ્ટે મનાવે છે પોતાનો સ્વતંત્રતા દિવસ

૧૫ ઓગષ્ટ, ૧૯૪૭નો દિવસ ભારતની સાથે સાથે દુનિયાભરમાં યાદ કરવામાં આવે છે. પરંતુ તમે એક બાબત અંગે નહિ જાણતા હોય કે, આ જ દિવસે ભારતની સાથે સાથે દુનિયાના અન્ય ત્રણ દેશો પણ ગુલામીમાંથી આઝાદ થયા હતા.

ભારતની સાથે ૧૫ ઓગષ્ટના રોજ કોંગો, દક્ષિણ કોરિયા અને બહરીનનો સમાવેશ થાય છે. આ ત્રણ દેશોને મળેલી આઝાદી અંગે વાત કરવામાં આવે તો, દક્ષિણ કોરિયાને વર્ષ ૧૯૪૫માં જાપાનથી, કોંગોને ફ્રાંસ પાસેથી ૧૯૬૦માં અને બહરીન ૧૯૭૧ના રોજ બ્રિટનમાંથી આઝાદ થયું હતું.

૧. દક્ષિણ કોરિયા :

150269525359914f5505844 Independence Day : ભારતની સાથે દુનિયાના આ ત્રણ દેશો પણ ૧૫મી ઓગષ્ટે મનાવે છે પોતાનો સ્વતંત્રતા દિવસ

દક્ષિણ કોરિયાને ૧૫ ઓગષ્ટ,૧૯૪૫ના રોજ જાપાનથી આઝાદી મળી હતી. કોરિયા ૧૯૪૮ સુધી સંયુક્ત રાષ્ટ્ર હતું. ત્યારબાદ દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા એમ બે ભાગલા પડ્યા હતા અને બંને જુદા-જુદા દેશો તરીકે દુનિયાના નકશામાં આવ્યા હતા. વર્ષ ૧૯૧૦થી લઇ ૧૯૪૫ સુધી કોરિયાઈ પ્રાયદ્વીપ જાપાનના કબ્જામાં રહ્યું હતું.

૨. બહરીન :

150269513059914edae0fc8 Independence Day : ભારતની સાથે દુનિયાના આ ત્રણ દેશો પણ ૧૫મી ઓગષ્ટે મનાવે છે પોતાનો સ્વતંત્રતા દિવસ

બહરીન ૧૫ ઓગષ્ટ, ૧૯૭૧ના રોજ બ્રિટનમાંથી આઝાદ થયું હતું. આ એક અરબ જગતનો એક ભાગ છે, જે એક દ્વીપ પર વસેલું છે અને ત્યાની રાજધાની મનામા છે. બહરીન ૧૯૮૫માં નેશનલ એસેમ્બલી ભંગ થઇ હતું, જે અત્યારસુધી પુન:સ્થાપિત થઇ શકી નથી. ૧૯૯૦માં કુવૈત પર ઈરાકના આક્રમણ બાદ બહરીન સંયુક્ત રાષ્ટ્ર સંઘનું સભ્ય બન્યું હતું.

૩. કોંગો :

150269520059914f20de57f Independence Day : ભારતની સાથે દુનિયાના આ ત્રણ દેશો પણ ૧૫મી ઓગષ્ટે મનાવે છે પોતાનો સ્વતંત્રતા દિવસ

૧૫ ઓગષ્ટ, ૧૯૬૦ના રોજ કોંગો ફ્રાંસમાંથી આઝાદ થયું હતું. કોંગો લાંબા સમય સુધી ફ્રાંસની ગુલામીમાં જકડાયેલું રહ્યું હતું, પરંતુ ૮૦ વર્ષ બાદ આ ગુલામીની બેડીઓને તોડવામાં સફળતા મળી હતી.

દુનિયામાં ક્ષેત્રફળની તુલનામાં કોંગો ૧૧મો સૌથી મોટો દેશ છે. ભારતની જેમ કોંગોમાં પણ આ દિવસ ખૂબ ધામ ધામથી મનાવવામાં આવે છે.