Not Set/ જયારે રાષ્ટ્રપિતા ગાંધીએ કહ્યું… ‘આવું થશે તો હું ત્રિરંગા ને સલામી નહી આપુ’

મોહમ્મદ અલી ઝીણા નવા પાકિસ્તાનને સંભાળવા માટે કરાંચી પહોચી ગયાં હતા, ત્યારે ગાંધીજી લાહોરમાં હતા. ગાંધીજીને જયારે ખબર પડી કે ત્રિરંગામાંથી ચરખાને હટાવીને એની જગ્યાએ અશોકચક્ર ને લાવવામાં આવશે ત્યારે તેઓ ખુબ ગુસ્સે થયા હતા. લાહોરમાં ઓગસ્ટમાં ગાંધીજીએ કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે નારજગી વ્યક્ત કરતા કહ્યું કે, હું ભારતનાં ધ્વજ પરથી ચરખો હટાવાની વાતને સ્વીકાર નહી […]

Top Stories India
4764998544 4f5cda4cd3 b e1516945954922 જયારે રાષ્ટ્રપિતા ગાંધીએ કહ્યું... ‘આવું થશે તો હું ત્રિરંગા ને સલામી નહી આપુ’

મોહમ્મદ અલી ઝીણા નવા પાકિસ્તાનને સંભાળવા માટે કરાંચી પહોચી ગયાં હતા, ત્યારે ગાંધીજી લાહોરમાં હતા. ગાંધીજીને જયારે ખબર પડી કે ત્રિરંગામાંથી ચરખાને હટાવીને એની જગ્યાએ અશોકચક્ર ને લાવવામાં આવશે ત્યારે તેઓ ખુબ ગુસ્સે થયા હતા. લાહોરમાં ઓગસ્ટમાં ગાંધીજીએ કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે નારજગી વ્યક્ત કરતા કહ્યું કે, હું ભારતનાં ધ્વજ પરથી ચરખો હટાવાની વાતને સ્વીકાર નહી કરું. જો એવું થશે તો હું ઝંડાને સલામી નહી આપું. તમને બધાને ખબર છે કે ભારતના રાષ્ટ્રીય ધ્વજ વિષે સૌથી પહેલાં મેં વિચાર્યું અને ચરખા વગરનાં રાષ્ટ્રીય ધ્વજ ને હું સ્વીકારી શકીશ નહી. આ વાત ગાંધીવાદી સ્કોલર અને રિસર્ચર એલ એસ રંગરાજન એ થોડા વર્ષ પહેલાં પોતાનાં એક લેખમાં કહી હતી. 22 જુલાઈના સંવિધાન સભાએ રાષ્ટ્રીય ધ્વજમાં ચરખાની જગ્યાએ અશોકચક્ર ને રાખવાની વાતને મંજુરી આપી હતી.

bourkewhitemax 1 0 0 0 0 0 0 0 e1534167523341 જયારે રાષ્ટ્રપિતા ગાંધીએ કહ્યું... ‘આવું થશે તો હું ત્રિરંગા ને સલામી નહી આપુ’

જયારે આઝાદ ભારતનાં રાષ્ટ્રીય ધ્વજની વાત 1947માં સંવિધાન સભામાં સામે આવી તો બિન કોંગ્રેસી સદસ્યોએ ત્રિરંગા માં ચરખાની હાજરની લઈને એતરાઝ જાહેર કર્યો. એમનું કહેવું હતું કે આ ચરખા વાળો ત્રિરંગો તો એક રાજનેતિક પાર્ટી કોંગ્રેસનો ઝંડો છે અને કોઈ રાષ્ટ્ર માટે એને કઈ રીતે સ્વીકારી શકાય.

ડોક્ટર બીઆર આંબેડકર ત્યારે સંવિધાન સમિતિના ચેરમેન હતા ત્યારે ઝંડાને લઈને એક સમજુતી થઇ. એમણે ગ્રુપને કહ્યું કે, કોંગ્રેસના ત્રિરંગા ને એમ ને એમ જ રાખીએ પરંતુ ચરખાની જગ્યાએ બુદ્ધ ચક્ર જેમાં આઠ આર છે એને રાખવામાં આવે. ત્યારબાદ એના પર સહમતિ થઇ અને આ ચક્રને 24 આરા વાળું રાખવાનું નક્કી થયું છે.જે સમ્રાટ અશોકના સ્તંભ પર હતું.

2000px 1931 Flag of India.svg e1534167547682 જયારે રાષ્ટ્રપિતા ગાંધીએ કહ્યું... ‘આવું થશે તો હું ત્રિરંગા ને સલામી નહી આપુ’

ઓગસ્ટ 1931માં દસ વર્ષ બાદ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીએ મુંબઈ સત્રમાં પ્રસ્તાવ સર્વ સંમતી થી પાસ કર્યો જેમાં નક્કી થયું કે રાષ્ટ્રીય ધ્વજ ત્રણ રંગોનો હશે. કેસરી,સફેદ અને લીલા રંગને હોરીઝોન્ટલ રૂપે ગોઠવવામાં આવે અને વચ્ચે સફેદ પટ્ટી પર ચરખો રાખવામાં આવે. કેસરી – ભગવો રંગ સાહસ અને ત્યાગ માટે, સફેદ શાંતિ અને સત્ય માટે અને લીલો આસ્થા અને શૂરતાના પ્રતિક માટે જયારે ચરખો લોકોની આકાંક્ષાઓને બતાવે છે.

ગાંધીજીએ એક લેખમાં ત્રિરંગાના ચરખા પર પોતાનાં વિચાર રજુ કર્યા હતા. ચરખો માત્ર સુતર કાપવાનું ઉપકરણ જ નથી જે ગરીબોને રોજગાર અને આમદની અપાવે છે પણ એનો અર્થ એનાથી ઘણો વધારે છે. આ સાદગી,માનવતા અને કોઈને પણ કષ્ટ આપ્યા વગર ગરીબો અને અમીરો વચ્ચેનાં એક અતુટ બંધનનું પણ પ્રતિક બને. કુલ મળીને ચરખો અહિંસાનો સિમ્બલ બને.

78 Famous Mahatma Gandhi Quotes e1534167582763 જયારે રાષ્ટ્રપિતા ગાંધીએ કહ્યું... ‘આવું થશે તો હું ત્રિરંગા ને સલામી નહી આપુ’

ચક્રને લઈને ગાંધીએ ત્યારબાદ પોતાનું મન બદલી લીધું હતું. એમણે અનુભવ્યું હતું કે ત્રિરંગા ની વાતને લઈને એમને નજર અંદાજ કરવામાં આવ્યા હતા. એમણે એક લેખમાં એમણે લખ્યું હતું કે રાષ્ટ્ર ધ્વજના ત્રણ રંગોનો મતલબ લોકો કંઈપણ લઇ શકે છે પરંતુ જે વ્યક્તિ અનેકતામાં એકતાનો મતલબ સમજે છે એ આ ત્રણ રંગોને ખુબ સારી રીતે સમજી શકે છે. અશોકચક્ર અહિંસાનો દૈવીય કાનુન છે.