Not Set/ હવે ગમે એટલો ફેલાવો ‘કાદવ’… જાણો શું કહ્યુ આદિત્ય ઠાકરેએ

મુંબઈની વરલી બેઠકનાં શિવસેનાનાં ધારાસભ્ય આદિત્ય ઠાકરે આજે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યુ કે, મહારાષ્ટ્રમાં તમારું કમળ ખીલશે નહીં, ભલે તમે કેટલો પણ કાદવ ફેલાવો. મહારાષ્ટ્રનાં સીએમ ઉદ્ધવ ઠાકરેનાં પુત્ર આદિત્યએ બુધવારે વિધાનસભામાં આ વાત કહી હતી. શિવસેનાનાં લાંબા સમયથી સાથી રહેલા ભાજપ તરફ ધ્યાન દોરતાં તેમણે કહ્યું કે, મેં […]

Top Stories India
Aaditya Tahckeray હવે ગમે એટલો ફેલાવો ‘કાદવ’... જાણો શું કહ્યુ આદિત્ય ઠાકરેએ

મુંબઈની વરલી બેઠકનાં શિવસેનાનાં ધારાસભ્ય આદિત્ય ઠાકરે આજે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યુ કે, મહારાષ્ટ્રમાં તમારું કમળ ખીલશે નહીં, ભલે તમે કેટલો પણ કાદવ ફેલાવો. મહારાષ્ટ્રનાં સીએમ ઉદ્ધવ ઠાકરેનાં પુત્ર આદિત્યએ બુધવારે વિધાનસભામાં આ વાત કહી હતી. શિવસેનાનાં લાંબા સમયથી સાથી રહેલા ભાજપ તરફ ધ્યાન દોરતાં તેમણે કહ્યું કે, મેં જોયું છે કે લોકો સત્તાનાં લોભમાં મિત્રોને કેવી રીતે અવગણે છે.

ગયા વર્ષે ભાજપ અધ્યક્ષ અમિત શાહે ત્રિપુરામાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, હિંસાનો જેટલો કાદવ ઉછળશે, એટલુ જ સુંદર કમળ ખીલશે. આવી સ્થિતિમાં, તે સ્પષ્ટ છે કે આ હાવભાવમાં આદિત્યનું નિવેદન પ્રતિક્રિયાત્મક છે. આદિત્યએ કહ્યું, કાદવ હશે તો જ કમળ ખીલશે. હું તેમને કહેવા માંગુ છું કે હવે તેમનો કાદવ ફેંકવાનો સમય પૂરો થયો છે.

શિવસેના અને ભાજપ એક સાથે મહારાષ્ટ્રની ચૂંટણી લડ્યા અને બન્ને પક્ષોને બહુમતી પણ મળી. ચૂંટણી બાદ ભાજપ અને શિવસેના મુખ્યમંત્રી પદને લઇને છૂટા પડ્યા હતા. લાંબી ખેંચતાણ બાદ શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપીની મદદથી સરકાર બનાવી. ઉદ્ધવ ઠાકરે મહાગઠબંધનનાં મુખ્યમંત્રી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.