Corona Update/ રાજ્યમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો, આજે નોંધાયાં 179 નવા કેસ, ત્રીજી લહેરની શરૂઆત..?

હરહંમેશ ની માફક ફરીકવાર અમદાવાદ શહેર કોરોના કેસમાં મોખરે રહ્યું છે. રાજ્યમાં આજ રોજ સૌથી વધુ કેસ અમદાવાદ ખાતે નોંધાય છે. અમદાવાદમાં આજરોજ 61 કેસ સામે આવ્યા છે.

Top Stories Gujarat Trending
w 2 9 રાજ્યમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો, આજે નોંધાયાં 179 નવા કેસ, ત્રીજી લહેરની શરૂઆત..?

ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો નોંધાયો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આજરોજ 25 ડિસેમ્બર એટલેકે નાતાલના દિવસે કેસમાં ફરીકવાર મોટો વધારો જોવા મળ્યો છે.  આજરોજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 179 કેસ સામે આવ્યા છે. જે ગત રોજ નોંધાયેલા 98 કેસમાં 81 નો સીધો જ જમ્પ જોવા મળી રહ્યો છે. તો સાથે રાજ્યના મોટા શહેરોમાં પણ કોરોના કેસમાં મોટો વધારો નોંધાયો છે.

હરહંમેશની માફક ફરીકવાર અમદાવાદ શહેર કોરોના કેસમાં મોખરે રહ્યું છે. રાજ્યમાં આજ રોજ સૌથી વધુ કેસ અમદાવાદ ખાતે નોંધાય છે. અમદાવાદમાં આજરોજ 61 કેસ સામે આવ્યા છે. જે ગતરોજ નોંધાયેલા 31 કેસની સરખામણીએ લગભગ ડબલ કહી શકાય તેમ છે. એક જ દિવસમાં અમદાવાદમાં 30 કેસનો ઉછાળો જોવા મળી રહ્યો છે. જે ખરેખર અમદાવાદ માટે એક ચિંતાનો વિષય છે.

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર સુરતમાં 20 અને આણંદમાં 18 નોંધાય છે. જ્યારે વડોદરામાં 14 અને રાજકોટમાં 13 કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 34 લોકો ડિસ્ચાર્જ થાય છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા પણ સતત વધી રહી છે. હાલમાં રાજ્યમાં 837 એક્ટિવ કેસ છે.

w 2 8 રાજ્યમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો, આજે નોંધાયાં 179 નવા કેસ, ત્રીજી લહેરની શરૂઆત..?

જ્યારે વધતાં કેસની સાથે રાજ્યમાં કોરોનાથી 2 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,28,692 ઉપર પહોંચ્યો છે. રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,18,234 છે.

જ્યારે રાજ્યમાં ઓમિક્રોનના વધુ 7 નવા કેસ સામે આવ્યા છે.  ખેડા અને આણંદ જિલ્લામાં અનુક્રમે 3 અને 4 નવા કેસ સામે આવ્યા છે.
રાજકોટમાં 1 કેસ, ખેડામાં કુલ 6  કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં વધુ 2 ઓમિક્રોન કેસ નોંધાય છે. રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસ 49એ પહોંચ્યા છે.  અત્યાર સુધીમાં રાજ્યમાં 10 લોકો  ઓમિક્રોન મુક્ત બન્યા છે.

નોંધાયેલા ઓમિક્રોન કેસની વિગત 

વડોદરામાં કુલ 17

અમદાવાદમાં 11 કેસ
ખેડામાં 6,

આણંદ 4,

જામનગરમાં 3 કેસ
મહેસાણા 3,

સુરતમાં 2,

ગાંધીનગરમાં 1 કેસ
રાજકોટ  2 ઓમિક્રોન કેસ નોંધાયા છે.