Not Set/ ફટાકડા જેવી ચોકલેટનું અનેરું આકર્ષણ, જોઇને મોઢામાં પાણી આવી જશે

અમદાવાદમાં એક મહિલાએ જુદા જુદા ફટાકડાના આકારની ચોકલેટ બનાવી છે. જેને જોઈને તમને પણ આ ફટાકડા  ચોકલેટ ખાવાની ઈચ્છા થઈ આવશે. 

Ahmedabad Gujarat
pan 2 9 ફટાકડા જેવી ચોકલેટનું અનેરું આકર્ષણ, જોઇને મોઢામાં પાણી આવી જશે

દિવાળીના દિવસોમાં લોકો ફટાકડા ફોડીને ધામધૂમથી ઉજવણી કરતા હોય છે. પરંતુ  આપણે એક એવા ફટાકડા ની વાત કરવા જઈ રહ્યા છીએ જે જોઇને મોઢામાં પાણી આવી જશે અને તરત જ ખાવાનું મન થઇ આવશે. જી હાં અમદાવાદમાં એક મહિલાએ જુદા જુદા ફટાકડાના આકારની ચોકલેટ બનાવી છે. જેને જોઈને તમને પણ આ ફટાકડા  ચોકલેટ ખાવાની ઈચ્છા થઈ આવશે. 

  • બજારમાં આવી ચોકલેટની અવનવી વેરાયટી
  • અમદાવાદની એક મહિલાએ બનાવી ચોકલેટ

અમદાવાદના ઉરેશા બહેન ફટાકડાના આકારની ચોકલેટ આ દિવાળીમાં લઇને આવ્યા છે. જેમાં કોઠી, ભોં ચકરડી અને સુતળી બોમ્બ જેવા ફટાકડા મોખરે છે. જે ફોડવા માટે નહીં પણ ખાવા માટેના છે. જી હાં જાણીને તમને આશ્રર્ય થશે પરંતુ આ હકીકત છે. અમદાવાદમાં રહેતા ઉરેશા બહેને આ વખતે જૂની ડિઝાઈન કરતાં અલગ જ ફટાકડા જેવી ડિઝાઈનવાળી ચોકલેટ બનાવી છે.

pan 2 10 ફટાકડા જેવી ચોકલેટનું અનેરું આકર્ષણ, જોઇને મોઢામાં પાણી આવી જશે

ચોકલેટ લવર્સ પણ ઉરેશાબહેને બનાવેલી ફટાકડાચોકલેટને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ ફટાકડા ચોકલેટમાં ખાસ કરીને શંભુ ચોકલેટ, ભીતિંયા બોમ્બ ચોકલેટ, રોકેટ ચોકલેટ, સૂતળી બોમ્બ ચોકલેટ, શંભુ અને ટેટા ચોકલેટ, ચકરી ચોકલેટ વગેરે જેવી વેરાયટી ઉરેશાબહેને તૈયાર કરી છે.

સામાન્ય રીતે બાળકોને ફટાકડાફોડવા ખૂબ જ ગમે છે. તો ચોકલેટ ખાવી પણ બાળકોને ખૂબ જ પસંદ હોય છે. ત્યારે ચોકલેટ અને ફટાકડાનું કોમ્બિનેશન થાય તો બાળકોને વધુ મજા પડે તેવું વિચારીને ઉરેશાબહેન આ ફટાકડાની ડિઝાઈનવાળી ચોકલેટ બનાવવાનો વિચાર આવ્યો. અને તેમની આ ફટાકડાચોકલેટની માંગ પણ ખૂબ રહી છે.

હત્યારા મિત્રો / માત્ર 2400 રૂપિયા જેવી નજીવી રકમ માટે મિત્રો એ જ કરી મિત્રની હત્યા

જમ્મુ-કાશ્મીર / PM મોદી રાજોરીમાં સૈનિકો સાથે ઉજવશે દિવાળી

Vaccine / ભારતની Covaxinને WHO તરફથી ઈમરજન્સી ઉપયોગની મંજૂરી, જાણો શા માટે આ નિર્ણય મહત્વપૂર્ણ છે