Not Set/ એક્ટીવા સામે રૂપિયા ફેંકીને સાબુનાં વેપારીની 5 લાખ ભરેલી બેગની કરી લૂંટ

નવસારીના કબીલપોર ગામે ચીલઝડપની ઘટના બની હતી, બાઇક પર આવેલા બે બદમાશો સાબુના વેપારીની 5 લાખ રૂપિયા ભરેલી બેગ ઝુટવીને ફરાર થઈ ગયા હતા. ચાલસાઝ બદમાશોએ ઍક્ટીવા સામે રૂપિયા ફેંકીને સાબુ ફેક્ટરીના માલિકને ભેરવ્યા અને લાખો રૂપિયાની બેગ ઝુટવીને ફિલ્મી ધુમ સ્ટાઇલે કાલિયાવાડી તરફ ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતા ગ્રામ્ય પોલિસ ઘટના સ્થળે પહોંચી […]

Top Stories Gujarat Others
loot એક્ટીવા સામે રૂપિયા ફેંકીને સાબુનાં વેપારીની 5 લાખ ભરેલી બેગની કરી લૂંટ

નવસારીના કબીલપોર ગામે ચીલઝડપની ઘટના બની હતી, બાઇક પર આવેલા બે બદમાશો સાબુના વેપારીની 5 લાખ રૂપિયા ભરેલી બેગ ઝુટવીને ફરાર થઈ ગયા હતા. ચાલસાઝ બદમાશોએ ઍક્ટીવા સામે રૂપિયા ફેંકીને સાબુ ફેક્ટરીના માલિકને ભેરવ્યા અને લાખો રૂપિયાની બેગ ઝુટવીને ફિલ્મી ધુમ સ્ટાઇલે કાલિયાવાડી તરફ ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતા ગ્રામ્ય પોલિસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કબીલપોર માર્ગ પર આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવાવાની તજવીજ હાથ ધરી હતી.

આપને જણાવી દઇએ કે પાછલા અઠવાડીયામાં જ ગુજરાતનાં અલગ અલગ શહેરોમાંથી આ પ્રકારની મોટી ચીલઝડપ કે લૂંટનાં અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. રાજકોટ અમદાવાદ સહિતનાં મહાનગરોમાં આ મોડસ ઓપ્રેન્ડી સાથે આવી લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઇ જવાની ઘટનામાં ઉત્તરો ઉતર વધારો જોવામાં આવી રહ્યો છે ત્યારે ફરી સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠતા જોવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.