Mumbai/ TRP કેસમાં રિપબ્લિક ટીવીનાં CEO વિકાસ ખાનચંદાનીની ધરપકડ

રિપબ્લિક ટીવીનાં સીઈઓ વિકાસ ખાનચંદાનીની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં મુંબઇ પોલીસે દાખલ કરેલી ટીઆરપીની હેરાફેરીનાં કેસમાં રિપબ્લિક ટીવીનાં સીઈઓ વિકાસ ખાનચંદાનીની ધરપકડ કરવામા આવી છે. આપને જણાવી દઇએ કે, આ કેસમાં તેની ઘણી વખત પૂછપરછ કરવામાં આવી છે. અગાઉ વરિષ્ઠ પત્રકાર અને ચેનલનાં મુખ્ય સંપાદક અર્ણબ ગોસ્વામીની પણ એક જૂના કેસમાં મુંબઈ પોલીસે ધરપકડ […]

Top Stories India
corona 229 TRP કેસમાં રિપબ્લિક ટીવીનાં CEO વિકાસ ખાનચંદાનીની ધરપકડ

રિપબ્લિક ટીવીનાં સીઈઓ વિકાસ ખાનચંદાનીની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં મુંબઇ પોલીસે દાખલ કરેલી ટીઆરપીની હેરાફેરીનાં કેસમાં રિપબ્લિક ટીવીનાં સીઈઓ વિકાસ ખાનચંદાનીની ધરપકડ કરવામા આવી છે. આપને જણાવી દઇએ કે, આ કેસમાં તેની ઘણી વખત પૂછપરછ કરવામાં આવી છે. અગાઉ વરિષ્ઠ પત્રકાર અને ચેનલનાં મુખ્ય સંપાદક અર્ણબ ગોસ્વામીની પણ એક જૂના કેસમાં મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. જોકે બાદમાં કોર્ટે તેને જામીન આપી દીધા હતા.

corona 230 TRP કેસમાં રિપબ્લિક ટીવીનાં CEO વિકાસ ખાનચંદાનીની ધરપકડ

રિપબ્લિક ટીવી ડિસ્ટ્રિબ્યુશનનાં પ્રમુખ ઘનશ્યામ સિંહની અગાઉ પણ કથિત બનાવટી ટીઆરપી (ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ) કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. મેજિસ્ટ્રેટે ઘનશ્યાન સિંહને 13 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. વિકાસ ખાનચંદાનીની ધરપકડ પહેલા મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે દ્વારા 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઇએ કે, ટીઆરપી કૌભાંડનો ખુલાસો ગયા મહિને બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બીએઆરસી) એ હંસા રિસર્ચ ગ્રુપ દ્વારા ફરિયાદ નોંધાવતા આરોપ લગાવ્યો હતો કે કેટલીક ચેનલો ટીઆરપીનાં આંકડામાં હેરાફેરી કરી રહી છે.

મહારાષ્ટ્ર પોલીસે અર્નબ ગોસ્વામી વિરુદ્ધ 2018 નાં આત્મહત્યા માટે ઉકસાવવાનાં કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. મહારાષ્ટ્ર પોલીસે અલીબાગની એક કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. મીડિયા રિપોર્ટમાં સરકારી વકીલ વતી કહેવામાં આવ્યું હતું કે, પોલીસ ચાર્જશીટમાં અર્નબ ગોસ્વામી ઉપરાંત ફિરોઝ શેખ અને નીતીશ સારદા નામનાં બે અન્ય લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, રિપબ્લિક ટીવીનાં મુખ્ય સંપાદક અર્નબ ગોસ્વામીએ ગુરુવારે બોમ્બે હાઈકોર્ટ સમક્ષ અરજી કરી હતી, જેમાં 2018 નાં અન્વય નાઇકની આત્મહત્યા કરવા માટે ઉકસાવવાનાં કેસમાં આરોપ પત્ર દાખલ કરવા અને આદળની તપાસ પર રોક લગાવવાની માંગ કરી હતી.

શહેરમાં ટ્રાફિક સિગ્નલનો નવતર પ્રયોગ, જાણો

એકવાર ફરી સાંસદ પ્રજ્ઞા ઠાકુર વિવાદમાં, કહ્યુ- ક્ષત્રિયો વધુ પેદા કરે બાળકો

Covid-19 ને લઇને UN નાં આરોગ્ય પ્રમુખે આપ્યા સારા સમાચાર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…