Not Set/ તંત્રના ઠાગાઠૈયા, આતંકી હુમલામાં મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓના પરિવારજનો એક વર્ષ બાદ પણ આ ડોકયુમેન્ટથી રહ્યા વંચિત, વાંચો.

ગાંધીનગર, આજથી લગભગ એક વર્ષ પહેલા એટલે કે ૧૦ જુલાઈ, ૨૦૧૭ના રોજ બાબા અમરનાથના દર્શને ગયેલા દક્ષિણ ગુજરાતના શ્રધ્ધાણુઓની બસ પર આતંકી હુમલો થયો હતો , જેમાં આઠ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. મંગળવારે આ ઘટનાને એક વર્ષ થયુ છે. તે વખતે સરકારે તમામ મદદ કરી હતી. પંરતુ આ ઘટનાને એક વર્ષ થવા છતા મૃતકોના પરિવારજનોને […]

Top Stories Gujarat Surat Trending
તંત્રના ઠાગાઠૈયા, આતંકી હુમલામાં મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓના પરિવારજનો એક વર્ષ બાદ પણ આ ડોકયુમેન્ટથી રહ્યા વંચિત, વાંચો.

ગાંધીનગર,

આજથી લગભગ એક વર્ષ પહેલા એટલે કે ૧૦ જુલાઈ, ૨૦૧૭ના રોજ બાબા અમરનાથના દર્શને ગયેલા દક્ષિણ ગુજરાતના શ્રધ્ધાણુઓની બસ પર આતંકી હુમલો થયો હતો , જેમાં આઠ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. મંગળવારે આ ઘટનાને એક વર્ષ થયુ છે. તે વખતે સરકારે તમામ મદદ કરી હતી. પંરતુ આ ઘટનાને એક વર્ષ થવા છતા મૃતકોના પરિવારજનોને ડેથ સર્ટિફિકેટ મળ્યા નથી.

પોતાના પરિવારજનોના ડેથ સર્ટિફિકેટ માટે પરિવારજનોએ મંત્રી, સાંસદો, ધારાસભ્યો તેમજ વહીવટીતંત્રમાં અનેક રજૂઆતો કરી છતા એક પણ નેતા કે અધિકારી કાશ્મીર સરકાર પાસેથી મૃતકોના ડેથ સર્ટિફિકેટ લાવી શક્યા નથી. જેથી પરિવારજનો મુશ્કેલીમાં મુકાયેલા છે.

agra amarnath story 647 071117054944 તંત્રના ઠાગાઠૈયા, આતંકી હુમલામાં મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓના પરિવારજનો એક વર્ષ બાદ પણ આ ડોકયુમેન્ટથી રહ્યા વંચિત, વાંચો.

હકીકતમાં, દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, વાપીથી ગત વર્ષે ચોમાસાની ઋતુમાં બાબા અમરનાથના દર્શન કરવા માટે એક બસ ઉપડી હતી. આ બસ ગત વર્ષે ૧૦મી જુલાઇના રોજ કાશ્મીરના અનંતનાગ પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે અચાનક જ આંતકવાદીઓએ હુમલો કરતા આઠ યાત્રાળુઓના મોત થયા હતા.

જો કે આ દરમિયાન ડ્રાઇવરે હિંમત દાખવીને બસ હાકવાની ચાલુ રાખતા બાકીના શ્રદ્ધાળુઓના જીવ બચી ગયા હતા. આ સમયે ગુજરાત સરકારે વિશેષ રસ દાખવીને કાશ્મીરથી તમામના મૃતદેહો રાજકીય સમ્માન સાથે ગણતરીના કલાકોમાં હવાઇ માર્ગે સુરત લવાયા હતા.

amarnath bus તંત્રના ઠાગાઠૈયા, આતંકી હુમલામાં મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓના પરિવારજનો એક વર્ષ બાદ પણ આ ડોકયુમેન્ટથી રહ્યા વંચિત, વાંચો.

સાથે જ સુરત એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી જાતે આવીને શ્રધ્ધાજંલી આપી હતી અને મૃતકોને શહીદ ગણાવ્યા હતા. તે વખતે પરિવારજનોને કોઇ મુશ્કેલીના પડે તે માટે વહીવટીતંત્રને પણ દોડાવ્યુ હતુ. આ ઉપરાંત મૃતકોના પરિવારજનોને ત્યાં નેતાઓ તેમજ અધિકારીઓએ પણ દોડી આવ્યા હતા.

આ ઘટનાને મંગળવારે બરાબર એક વર્ષ પૂર્ણ થવા આવ્યુ છે અને આ એક વર્ષમાં મૃતકોના પરિવારજનો ડેથ સર્ટિફિકેટ મેળવવા માટે જિલ્લા કલેકટરથી લઇને સાંસદો, મંત્રી, ધારાસભ્યો તેમજ સ્થાનિક કોરપોરેટરો અને નેતાઓના ધક્કા ખાઇ ચુકયા છે, પરંતુ હજી સુધી તમામના ડેથ સર્ટિફિકેટ મળ્યા નથી. જેના કારણે તેમને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.

બેન્ક કે અન્ય સરકારી કચેરીઓમાં જયારે મૃતકોનો મરણનો દાખલો માંગે છે, ત્યારે તેમની પાસે કશુ હોતુ નથી અને પરિવારજનો કહે છે કે, આ તો અમરનાથ યાત્રામાં મૃત્યુ પામ્યા હતા તે છે. પણ અધિકારીઓ કહે છે કે, અમારે લિગલ પ્રોસીજર માટે મરણનો દાખલો તો જોઇએ જ. આમ છેલ્લા એક વર્ષથી મૃતકોના પરિવારજનોને મરણના દાખલા મળ્યા નથી.

અમરનાથ યાત્રાએ જતી વખતે આંતકવાદી હુમલામાં મોતને ભેટેલા મૃતકોના પરિવારજનોએ ડેથ સર્ટિફિકેટ માટે સરકારમાં વારંવાર રજુઆતો કરતા ગાંધીનગર રાહત નિયામકની કચેરીમાંથી ડેથ સર્ટિફિકેટના બદલે મૃતકોનો પી.એમ રિપોર્ટ મોકલી આપ્યો હતો.

સૌથી મહત્વની બાબત એ હતી કે, આ પી.એમ રિપોર્ટ પણ ઓરીજનલ નહીં, ઇ-મેઇલથી મોકલી આવ્યો હતો. તેની ઝેરોક્ષ કોપી કાઢીને પરિવારજનોને આપી હતી. વળી આ કોપીમાં પણ નામોમાં ભુલો હતી. આ લાલીયાવાડી જોતા સરકારે પરિવારજનો સાથે ક્રુર મજાક કરી હતી.

સુત્રોના જણાવ્યા મુજબ, અનંતનાગમાં મોત થયા હોવાથી ત્યાંના વહીવટીતંત્ર પાસેથી જ ડેથ સર્ટિફિકેટ લેવાના હોય છે અને પરિવારજનો ત્યાં સુધી જઇ શકે તેમ ના હોવાથી સરકારમાં રજુઆતો કરી હતી. પરંતુ કોઇ પ્રત્યુતર આવ્યો ના હોવાથી હજુ સુધી ડેથ સર્ટિફિકેટ મળ્યા નથી.