and Prime Minister Narendra Modi/ મોદી લહેરવાળા નિવેદન પર સ્પષ્ટતા કરતા નવનીત રાણાએ કહ્યું મોદી લહેર છે અને રહેશે

રાણાએ કહ્યું વિપક્ષે મારા ભાષણના વિડીયો સાથે છેડછાડ કરવાની કોશિષ કરી

Top Stories India
Beginners guide to 2024 04 17T221057.722 મોદી લહેરવાળા નિવેદન પર સ્પષ્ટતા કરતા નવનીત રાણાએ કહ્યું મોદી લહેર છે અને રહેશે

Maharashtra News : મહારાષ્ટ્રના અમરાવતી લોકસભા ક્ષેત્રથી બીજેપીના ઉમેદવાર નવનીત રાણાએ કહ્યું હતું કે દેશમાં મોદી લહેર છે. રાણાની આ ટિપ્પણીને તોડી મરોડીને રજૂ કરવા બદલ વિપક્ષી દળોને જવાબદાર ઠરાવ્યા હતા.બીજેપીના ઉમેદવારે રેલી દરમિયાન કંઈક એવું કહ્યું હતું કે જેનાથી એવું પ્રતિત થઈ રહ્યું હતું કે તેઓ મોદી લહેરની હાજરીને લઈને સવાલ ઉઠાવી રહ્યા છે. તેને કારણે વિવાદ પણ ઉભો થયો હતો.,  રાણાએ કહ્યું કે મોદી લહેર છે અને મોદી લહેર રહેશે. દેશની પ્રગતિ માટે મોદી જરૂરી છે. તેમણે કહ્યું કે વિપક્ષી દળોએ તેમના ભાષણના વિડીયોમાં કાપકૂપ કરવાની કોશિષ કરી અને મારી પ્રતિક્રિયા સાથે છેડછાડ કરવામાં આવી હતી.

શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને શિવસેના-ઉધ્ધવ બાળા સાહેબ ઠાકરે (શિવસેના યુબીટી) એ એક દિવસ પહેલા નવનીત રાણાના નિવેદન પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે તે સાચુ બોલી રહી છે. અમરાવતીની રેલીમાં રાણાએ રેલીને સંબોધતા કહ્યું હતું કે અમારે આ ચૂંટણીમાં એવી રીતે લડવું પડશે જેવી રીતે ગ્રામ પંચાયતની ચૂંટણી લડી રહ્યા છીએ. તમામ મતદારોને 12 વાગ્યા સુધીમાં મતદાન બૂથ પર લાવવાના છે અને તેમને મત આપવા માટે કહેવાનું છે. જો કોઈ એમ વિચારે કે મોદી લહેર છે તો યાદ રાખજો 2019 ની ચૂંટણીમાં આટલા વિશાળ (સત્તારૂઢ દળ) તંત્ર છત્તા અપક્ષ ઉમેદવારના રૂપમાં નિર્વાચિત થઈ હતી.

નવનીત રાણા આ વખતે બીજેપીની ટિકીટ પર ચૂંટણી લડી રહી છે. તેના માટે તેમણે પતિ રવિ રાણાની પાર્ટીમાંતી ત્યાગપત્ર પણ આપી દીધું હતું. રાણા ત્રીજી વખત અમરાવતીથી લડી રહી છે. તો બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેની મોજુદગીમાં પાર્ટીમાં જોડાઈ હતી. અમરાવતીથી બીજેપી હજી સુધી જીત્યું નથી. જો તે આ વખતે જીતશે તો આ સીટ પર પહેલીવાર કમળ ખિલશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જલગાંવની કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 17 કામદારો ઘાયલ

આ પણ વાંચો: મહિલા કોન્સ્ટેબલ અને પુરુષ કોન્સ્ટેબલના શંકાસ્પદ અવસ્થામાં મળ્યા મૃતદેહ

આ પણ વાંચો: પ્લેનમાં જૂતા ઉતારી ટેબ્લેટ ખોલીને વડાપ્રધાન મોદીના રામલલાને ઓનલાઈન પ્રણામ