શરમજનક/ નિવાસી કન્યા શાળાના રસોઈયાએ દીકરીઓ પાસે કરી બિભત્સ માંગ, વિધાર્થીનીઓનો આક્ષેપ

આદિવાસી બાહુલ્ય ધરાવતા ધરમપુર તાલુકાના કન્યા નિવાસી શાળામાં રસોઈયાની માંગણીઓની વિરુદ્ધ માં શાળામાં વાલીઓએ ભારે હોબાળો કર્યો હતો.

Top Stories Gujarat Others
bjp 6 નિવાસી કન્યા શાળાના રસોઈયાએ દીકરીઓ પાસે કરી બિભત્સ માંગ, વિધાર્થીનીઓનો આક્ષેપ
  • વલસાડમાં સામે આવી શર્મસાર ઘટના
  • ચંદીગઢ ગર્લ્સ હોસ્ટેલની ઘટનાને શરમાવે તેવી ઘટના
  • હોસ્ટેલનો રસોઇયો બિભત્સ માંગ કરતો હોવાનો આક્ષેપ
  • કન્યા નિવાસી શાળાના રસોઇયા પર ચોંકાવનારા આક્ષેપ
  • ધરમપુર તાલુકાના કન્યા નિવાસી શાળાની ઘટના

વલસાડની ગલ્સ હોસ્ટેલમાંથી ચંદીગઢ ગર્લ્સ હોસ્ટેલની ઘટનાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. કન્યા નિવાસી શાળામાં હોસ્ટેલના રસોઇયા પર બિભત્સ માંગ કરતો હોવાનો આક્ષેપ હોસ્ટેલની દીકરીઓ  દ્વારા કરવામાં આવ્યા છે. જેને પગલે શાળામાં વાલીઓએ ભારે હોબાળો કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે વલસાડ જીલ્લાના આદિવાસી તાલુકો ધરમપુર માં આવેલી નિવાસી કન્યા છાત્રાલયની વિધાર્થીનીઓ દ્વારા રસોઈયા ઉપર બિભસ્ત માંગણી કરતો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો સાથે છાત્રાલયમાં દીકરીઓ પર ત્રાસ ગુજારવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. આદિવાસી બાહુલ્ય ધરાવતા ધરમપુર તાલુકાના કન્યા નિવાસી શાળામાં રસોઈયાની માંગણીઓની વિરુદ્ધ માં શાળામાં વાલીઓએ ભારે હોબાળો કર્યો હતો. અહીં બાળકીઓ દ્વારા  રસોઇયો બિભત્સ માંગ કરતો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યા છે.

bjp 7 નિવાસી કન્યા શાળાના રસોઈયાએ દીકરીઓ પાસે કરી બિભત્સ માંગ, વિધાર્થીનીઓનો આક્ષેપ

વિદ્યાર્થીનીઓને ત્રાસ આપતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ગંભીર આક્ષેપ બાદ પોલીસે ઘટના સ્થળે તપાસ શરુ કરી છે. ગૃહ માતા સહિત રસોઈયાની તાત્કાલિક બદલીની માંગ વાલીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવી છે. વાલીઓના હોબાળા બાદ પુરુષ રસોઈયો ભૂગર્ભમાં ઉતરી ગયો છે. આચાર્ય સામે નારાજગી વ્યક્ત કરી શાળામાં રસોઈયા તરીકે પુરુષ નહીં પરંતુ મહિલા રસોઈયા મૂકવાની માંગ કરી હતી.

અત્યાચાર/ જેલ પરિસરમાં કેદીઓ પર અમાનુષી અત્યાચાર , 7 કેદીઓએ કર્યો આપઘાતનો પ્રયાસ