અત્યાચાર/ જેલ પરિસરમાં કેદીઓ પર અમાનુષી અત્યાચાર , 7 કેદીઓએ કર્યો આપઘાતનો પ્રયાસ

વડોદરાની સેન્ટ્રલ જેલમાં 7 કાચા કામના કેદીઓએ ફીનાઇલ ગટગટાવી લેતા હાહાકાર મચી ગયો છે. જેલ પ્રશાસનના ત્રાસને પગલે કેદીઑએ ફિનાઈલ પીધુ હોવાની રાવ ઉઠતાં ચકચાર મચી જવા પામી છે.

Top Stories Gujarat Vadodara Breaking News

વડોદરાની સેન્ટ્રલ જેલમાં 7 કાચા કામના કેદીઓએ ફીનાઇલ ગટગટાવી લેતા હાહાકાર મચી ગયો છે. જેલ પ્રશાસનના ત્રાસને પગલે કેદીઑએ ફિનાઈલ પીધુ હોવાની રાવ ઉઠતાં ચકચાર મચી જવા પામી છે. જેને લઈને કેદીઓને ગંભીર હાલતમાં સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જેમાં તમામની હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે.

7 કાચા કામના કેદીઓએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. જેને પગલે એસએસજી હોસ્પિટલ ખાતે તમામની સારવાર ચાલી રહી છે. જ્યાં સારવાર દરમિયાન કેદી હર્ષિલે હોસ્પિટલમાં જેલ તંત્ર પર ત્રાસ આપવા સહીત હાઈ સિક્યોરિટીમાંથી બહાર કાઢવા રૂપિયાની માંગ કરવામા આવતી હોવાના આરોપ લગાવ્યા હતા. રૂમ બહાર ન નીકળવા દેતા હોવા ઉપરાંતની અનેક ધગધગતી રાવ કરાઇ છે.

બીજી તરફ આ ઘટનાને પગલે તાત્કાલિક ડીસીપી ઝોન 2નાં અભય સોની તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સયાજી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. જયા ફરિયાદ નોંધવા સહીતની તજવીજ હાથ ધરવામાં આવી છે.  હાલમાં કેદીઑની તબિયત સ્થિર છે.