ગુજરાત/ રાજ્યમાં 2022 વિધાનસભા ચૂંટણી અંગે CM રૂપાણીએ આપ્યું મોટુ નિવેદન

આવતા વર્ષે એટલે કે 2022 માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેેને લઇને હાલમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

Top Stories Gujarat Others
2022
  • 2022 વિધાનસભા ચૂંટણી અંગે મોટા સમાચાર
  • રાજ્યમાં વહેલી ચૂંટણીની અટકળો પર પૂર્ણવિરામ
  • રાજ્યમાં વહેલી ચૂંટણી અંગે મુખ્યમંત્રીનું નિવેદન
  • રાજ્યમાં સમયસર ચૂંટણી આવશે: CM રૂપાણી
  • ગુજરાતમાં ચૂંટણી યોગ્ય સમયે જ યોજાશે
  • યૂપીની ચૂંટણીને ગુજરાત સાથે કોઇ લેવાદેવા નથી

આવતા વર્ષે એટલે કે 2022 માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેેને લઇને હાલમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં 2022 વિધાનસભામની ચૂંટણી વહેલી થવાની અટકળો પર પૂર્ણ વિરામ મુક્યુ છે.

2022 election

આ પણ વાંચો – ગુજરાત /  મંદિરમાં આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સોમનાથ મંદિરમાં ભક્તોનું જોવા મળ્યુ ઘોડાપૂર

રાજ્યમાં 2022 વિધાનસભા ચૂંટણી અંગે CM રૂપાણીએ મોટુ નિવેદન આપ્યુ છે. આપને જણાવી દઇએ કે, રાજ્યની વિજય રૂપાણી સરકાર પાંચ વર્ષ પૂર્ણ થયા હોવાની ઉજવણી કરી રહી છે. વળી આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રાજપીપળા ખાતે એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ હાજરી આપી, આવતા વર્ષે એટલે કે 2022 માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અંગે જાણકારી આપી છે. તેમણે રાજ્યમાં વહેલી ચૂંટણીની અટકળો પર પૂર્ણ વિરામ મુક્યો છે. તેમણે કહ્યુ કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી સમયસર થશેે. વળી તેમણે કહ્યુ કે, ઉત્તર પ્રદેશની ચૂંટણીને ગુજરાત સાથે કોઇ લેવા દેવા નથી.

2022 election

  • રાજ્ય સરકારની પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી
  • વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રાજપીપળામાં કાર્યક્રમ
  • મુખ્યમંત્રી રૂપાણીએ કાર્યક્રમમાં આપી હાજરી
  • બિરસામુંડા ટ્રાઇબલ યુનિ.નું કર્યુ ખાતમુર્હૂત
  • ગણપત વસાવા સહિત અગ્રણી નેતાઓ હાજર

2022 election

આ પણ વાંચો – સુરેન્દ્રનગર /  જિલ્લાના કુડલા ગામે ૨૫ વર્ષ પહેલા થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, બે શખ્સો ચોરીનાં મુદ્દામાલ તેમજ તમંચા સાથે ઝડપાયા

રાજપીપળા ખાતે એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વ આદિવાસી દિવસની ભાઇ-બહેનોને શુભકામનાઓ પાઠવી. તેમણે નર્મદાને ટ્રાઇબલ યુનિ.ની CM રૂપાણીએ આપી ભેટ આપી છે. વળી આજે તેમણે બિરસા મુંડા યુનિવર્સિટીનું ખાતમુર્હુત પણ કર્યુ છે. કાર્યક્રમમાં તેમણે કહ્યુ કે, વેગડો ભીલ-અનેક ભીલોએ સોમનાથની રક્ષા કાજે શહીદ થયા છે. વળી આજનાં આ દિવસે તેમણે કહ્યુ કે, આરોગ્ય,રસ્તા,સિંચાઇ,કૃષિ અનેક યોજના, આદિવાસી સમાજને સમૃદ્ધ બનાવવા 90 હજાર કરોડનાં કામ મોદી સરકારે કર્યા છે. વળી તેમણે વધુમાં કહ્યુ કે, આ વર્ષનાં બજેટમાં વનબંધુ-2 યોજના આગળ વધારવામાં આવી છે.  નવ દિવસની ઉજવણીનાં અંતિમ દિને આદિવાસી દિવસ ઉજવાયો છે. આજે શ્રાવણનો પહેલો દિવસ,ભોળાનાથની આરાધનાનો દિવસ છે. નવરાત્રીનાં નવ દિન શકિતની આરાધના હોય છે, નવ દિવસ વિકાસની આરાધના-અધિષ્ઠાનનાં છે. તેમણે  વધુમાં કહ્યુ કે, પાંચ હજાર કરોડ વિકાસનાં કામો કરાયા છે, ગરીબથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધી વિકાસનાં કામો કરાયા છે. સર્વાગી વિકાસ માટે સતત પ્રયાસો કરાયા છે.