એરસેલ-મૅક્સિસ ડીલના કેસમાં પૂર્વ કેન્દ્રીય વિત્ત મંત્રી પી. ચિદમ્બરમને રાહત મળી છે. દિલ્લીની એક વિશેષ કોર્ટે પાંચ જૂન સુધી તેમની ધરપકડ પર રોક લગાવી દીધી છે. વિશેષ ન્યાયાધીશ ઓ. પી. સૈનીએ આદેશની જાહેરાત કરતા ચિદમ્બરમને પાંચ જૂનના રોજ કેસની તાપસમાં જાહેર થવાનો આદેશ આપ્યો છે.
ત્યાંજ આઇએનએક્સ મીડિયાથી જોડાયેલા એક કેસમાં ચિદમ્બરમે દિલ્લી હાઇકોર્ટમાં આગોતરી જામીનની અરજી કરી છે. ઇડી એ તેમને પૂછપરછ માટે પાંચ જૂનના રોજ હાજર રહેવાનો આદેશ આપ્યો છે.
કોર્ટે ઇડી ને ચિદમ્બરમની આગોતરા જામીન પાર પ્રતિક્રિયા દર્શાવવા કહ્યું છે અને મામલાની સુનાવણી માટે આગામી મહિનાની પાંચ તારીખ નક્કી કરી છે.
એ પહેલા કે કોર્ટ એરસેલ-મૅક્સિસ ડીલ કેસમાં પી. ચિદમ્બરમના પુત્ર કીર્તિ ચિદમ્બરમને વધારાની સુરક્ષા આપીને તેમની ધરપકડ 10 જુલાઈ સુધી રોકી રાખી હતી. કેન્દ્રીય તપાસ બ્યુરો અને પ્રવર્તન નિદેશાલય એ જાણવાનો પ્રયાસ કરી રહયા છે કે કીર્તિના પિતા પી. ચિદમ્બરમ 2006 માં જયારે વિત્ત મંત્રી હતા, ત્યારે કીર્તિએ એરસેલ-મૅક્સિસ ડીલમાં એફઆઈપીબી થી કઈ રીતે મંજૂરી લીધી હતી.
આપણે જાણ હોય તો કીર્તિ ચિદમ્બરમ દ્વારા વર્ષ 2006 માં એરસેલ-મૅક્સિસ ડિલ અંતર્ગત એફઆઈપીબી ની મંજૂરી મળવાની જાણ સીબીઆઈ અને ઈડી કરી રહ્યા છે. ત્યારે પી. ચિદમ્બરમ વિત્ત મંત્રી હતા.
એરસેલ-મૅક્સિસ મામલામાં પૂર્વ વિત્ત મંત્રી પી. ચિદમ્બરમ પાર આરોપ છે કે તેમણે કથિત રીતે એરસેલ-મૅક્સિસ ના એફડીઆઈ ની મંજૂરી માટે આર્થિક મામલાઓની કેબિનેટ કમીટીને નજર-અંદાજ કરી દીધી હતી. ઇડી ના જણાવ્યા અનુસાર એરસેલ-મૅક્સિસ ડીલમાં તત્કાલીન વિત્તમંત્રી પી ચિદમ્બરમેં કેબિનેટની મિટિંગ વગર જ મંજૂરી આપી ધીધી હતી, આપણે જણાવી દઈએ કે આ ડીલ 3500 કરોડ રૂપિયાની હતી.
નિયમાનુસાર વિત્તમંત્રી માત્ર 600 કરોડ રૂપિયા સુધીની ડીલને જ મંજૂરી આપી શકે છે. એફઆઈપીબી ના ફાઈલને નાણામંત્રી પાસે મોકલી અને તેમને આ ડિલ ને મંજૂરી આપી દીધી હતી.