Not Set/ IOCL દ્વારા કરાયેલા ભાવ ઘટાડાની ભૂલ એ, ખરેખર ટેકનીકલ error કે લોકોને ગેરમાર્ગે દોરવાનો કારસો, જાણો, આ સત્ય હકીકત

નવી દિલ્હી, કર્ણાટક વિધાનસભાની ચુંટણી સમાપ્ત થયા બાદ સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કરાઈ રહેલા કમરતોડ વધારા બાદ બુધવારે મહદઅંશે રાહત આપવામાં આવી હતી. 16 દિવસ બાદ ઓઈલ કંપની IOCL (ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ) દ્વારા પેટ્રોલના ભાવમાં 59 પૈસા અને ડીઝલમાં 56 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. બીજી બાજુ બુધવારે દિલ્હીમાં એક પેટ્રોલની કિમત 78.22 […]

India Trending
Indian20Oil 4 IOCL દ્વારા કરાયેલા ભાવ ઘટાડાની ભૂલ એ, ખરેખર ટેકનીકલ error કે લોકોને ગેરમાર્ગે દોરવાનો કારસો, જાણો, આ સત્ય હકીકત

નવી દિલ્હી,

કર્ણાટક વિધાનસભાની ચુંટણી સમાપ્ત થયા બાદ સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કરાઈ રહેલા કમરતોડ વધારા બાદ બુધવારે મહદઅંશે રાહત આપવામાં આવી હતી. 16 દિવસ બાદ ઓઈલ કંપની IOCL (ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ) દ્વારા પેટ્રોલના ભાવમાં 59 પૈસા અને ડીઝલમાં 56 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

બીજી બાજુ બુધવારે દિલ્હીમાં એક પેટ્રોલની કિમત 78.22 રૂપિયા જયારે આર્થિક રાજધાની મુંબઈમાં 86.23 રૂપિયા તમને ચુકવવા પડી રહ્યા છે.

33849143 10215501993599687 4509948147379732480 n IOCL દ્વારા કરાયેલા ભાવ ઘટાડાની ભૂલ એ, ખરેખર ટેકનીકલ error કે લોકોને ગેરમાર્ગે દોરવાનો કારસો, જાણો, આ સત્ય હકીકત

પરંતુ ઓઈલ કંપની IOCL દ્વારા તેઓની વેબસાઈટ પર મુકવામાં આવેલા આ ભાવ ઘટાડાની માહિતી ગણતરીના કલાકોમાં જ હટાવવામાં આવી હતી. ત્યારબાદ કંપની દ્વારા કહેવામાં આવ્યું કે, આ ભાવ ઘટાડો માત્ર 1 પૈસા જ છે.

એક તબક્કે તો માનવામાં આવી રહ્યું હતું કે, સતત 16 દિવસથી ભાવવધારાનો માર જીલી રહેલી સામાન્ય જનતાને આ ઘટાડાથી કઈક રાહત મળશે.

બીજી બાજુ, આ ભાવ ઘટાડા અંગે દેશભરની ન્યુઝ વેબસાઈટો દ્વારા માહિતી લોકો સુધી પહોચી ગઈ હતી, ત્યારબાદ કંપની દ્વારા પોતાની આ ભૂલ સ્વીકારતા એક કલાક બાદ આ પોસ્ટ પોતાની વેબસાઈટ પરથી હટાવી દીધી હતી.

એક કલાક બાદ જ IOCL દ્વારા પોતાની ભૂલ તો સ્વીકારવામાં તો આવી, પરંતુ ખરેખર આ કંપનીની ભૂલ કે પછી પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે, જાણો શું છે તેની સાચી હકીકત..

આ છે સાચી હકીક..

IOCL દ્વારા જે ભાવ ઘટાડા અંગેના સમાચાર દેશની તમામ ન્યુઝ વેબસાઈટ દ્વારા દર્શાવવામાં આવ્યા હતા, ત્યારબાદ આ સમાચારની URLમાં જે લીંક જનરેટ થાય છે.

આ લીંક ટુંક જ સમયમાં સોશિયલ મીડિયામાં શેર કરાયા બાદ તે હજારો લોકો સુધી પહોચી જતી હોય છે.

પરંતુ જયારે કોઈ ન્યુઝ વેબસાઈટ દ્વારા જે લીંક કરાતી હોય છે તેને રદ્દ (Delete) કરવી ખૂબ જ અઘરી હોય છે, ત્યારે આ સમાચારોની લીંક ફેરવવી કે રદ્દ કરવી લગભગ અસંભવ હોવાથી કંપની દ્વારા પોતાની ભૂલ સ્વીકારાયા બાદ પણ જુના ન્યુઝ જ શેર થઇ રહ્યા છે.

હવે જયારે 1 પૈસા ઘટાડાના નવા ન્યુઝ આવ્યા બાદ પણ તે જૂની લીંકમાં કોઈ ફેરફાર કરી શકાતો નથી ત્યારે લોકો સુધી હજી આ જુના સમાચાર જ લોકો સુધી પહોચી રહ્યા છે, તેમજ ન્યુઝના ટાઈટલમાં પણ જુના જ હેડિંગ જતા હોય છે ત્યારે આ પ્રમાણે કઈ રીતે લોકોને મુર્ખ બનાવવામાં આવી રહ્યા છે.