Not Set/ અક્ષર પટેલ બાદ RCB નો આ શાનદાર ખેલાડી કોરોના પોઝિટિવ

ઈન્ડિયન પ્રીમિયર લીગ-2021 ની શરૂઆત 9 એપ્રિલથી થવા જઈ રહી છે, પરંતુ તે પહેલા જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને મોટો ઝટકો લાગ્યો છે.

Top Stories Sports
1 33 અક્ષર પટેલ બાદ RCB નો આ શાનદાર ખેલાડી કોરોના પોઝિટિવ

ઈન્ડિયન પ્રીમિયર લીગ-2021 ની શરૂઆત 9 એપ્રિલથી થવા જઈ રહી છે, પરંતુ તે પહેલા જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર બેટ્સમેન દેવદત્ત પડ્ડિકલ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, ત્યારબાદ કેમ્પમાં હોબાળો મચી ગયો છે.

1 34 અક્ષર પટેલ બાદ RCB નો આ શાનદાર ખેલાડી કોરોના પોઝિટિવ

જનતાને લાભ / પેટ્રોલ-ડીઝલ અને LPG નાં ભાવમાં થશે ઘટાડો, કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રીએ આપ્યા સંકેત

આ પહેલા શનિવારે દિલ્હી કેપિટલ્સનાં ઓલરાઉન્ડર અક્ષર પટેલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પડ્ડિકલે કોરોનાની ઝપટમાં આવ્યા બાદ પોતાને આઇસોલેટ કરી દીધા છે. જો કે સુત્રોનાં જણાવ્યા મુજબ, પડ્ડિકલ મુંબઈ ઈન્ડિયન્સ સામેની પ્રથમ મેચ સુધી ફિટ રહેશે તેવી સંભાવના છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તેની પ્રથમ મેચ 9 એપ્રિલે રમવાની છે. આવી સ્થિતિમાં, ટીમની પહેલી મેચમાં રમવા માટે પડ્ડિકલ જલદીથી ફિટ થવાનો પ્રયત્ન કરશે.

1 35 અક્ષર પટેલ બાદ RCB નો આ શાનદાર ખેલાડી કોરોના પોઝિટિવ

બોલિવૂડને લાગ્યું ગ્રહણ / હંમેશા ફીટ રહેતા અક્ષય કુમાર પણ આવ્યા કોરોનાની ઝપટમાં, ટ્વીટ કરી આપી જાણકારી

ઉલ્લેખનીય છે કે, 20 વર્ષીય પડ્ડિકલે આ વર્ષે વિજય હઝારે ટ્રોફીમાં 147.4 ની એવરેજથી 737 રન બનાવ્યા હતા. લેફ્ટહેન્ડ બેટ્સમેન દેવદત્તે સતત સાત અડધી સદી ફટકારી હતી. તે સતત બે સીઝનમાં 600 થી વધુ રન બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો છે. આ પહેલા તેણે 2019 માં 609 રન બનાવ્યા હતા. આઈપીએલ 2020 માં, પડ્ડિકલે આરસીબી વતી ડેબ્યૂ કર્યું હતું. તેણે 154 ઇનિંગ્સમાં 124.8 ના સ્ટ્રાઈક રેટથી 473 રન બનાવ્યા. આ સમય દરમિયાન, પેડ્ડિકલ 5 અડધી સદી પણ ફટકારી ચુક્યા છે. તે ‘ઇમર્જિંગ પ્લેયર ઓફ સીઝન’ તરીકે પણ ચૂંટાયો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ