ચીનમાં એક મહિલા દ્વારા ચપ્પુના હુમલાને લીધે ૧૪ બાળકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. ચીનમાં ચોંગકિંગ શહેરમાં સ્કુલના નાના બાળકો પર ૩૯ વર્ષીય મહિલાએ હુમલો કર્યો છે.
આ મહિલા ઘરમાં રસોઈમાં વાપરવામાં આવતું ચપ્પુ લઈને આવી હતી અને સ્કુલના મેદાનમાં રમી રહેલા બાળકો પર હુમલો કર્યો હતો.
સુત્રોના જણાવ્યા પ્રમાણે નિર્દોષ બાળકો પર હુમલો કરનારી ૩૯ વર્ષીય મહિલાની હાલ ધરપકડ કરવામાં આવી છે.
જો કે આ હુમલા પાછળનું સાચું કારણ હજુ સામે આવ્યું નથી પરંતુ કેટલાક સોશિયલ મીડિયા દ્વારા તેવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મહિલાને સરકાર પ્રત્યે નારાજગી હતી.
ઘાયલ થયેલા ૧૪ બાળકોને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઉલ્લખનીય છે કે, ચીનમાં હમણાથી ઘણા આવા હુમલાના કિસ્સા સામે આવી રહ્યા છે. આ હુમલામાં આરોપી મોટા ભાગે માનસિક રૂપે બીમાર હોવાનું બહાર આવે છે.