Not Set/ ઉત્તરપ્રદેશ : માયાવતી અને અખિલેશ આવતી કાલે કરશે ગઠબંધનની જાહેરાત 

નવી દિલ્હી, બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ શનિવારે ઉત્તરપ્રદેશમાં લોકસભાની બેઠકોને લઇ ગઠબંધનની જાહેરાત કરી શકે છે. બીજી બાજુ તેઓના ગઠબંધનને લઇને સત્તાવાર જાહેરાતની રાજકીય વર્તુળોમાં રાહ જોવામાં આવી રહી છે. શનિવારના દિવસે માયાવતી અને અખિલેશ યાદવ પત્રકાર પરિષદ યોજનાર છે, જેમાં મહત્વના નિર્ણયની જાહેરાત કરવામાં આવનાર છે. પત્રકાર […]

Top Stories India Trending
MAYAWATI AKHILESH 101708 730x419 m ઉત્તરપ્રદેશ : માયાવતી અને અખિલેશ આવતી કાલે કરશે ગઠબંધનની જાહેરાત 

નવી દિલ્હી,

બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ શનિવારે ઉત્તરપ્રદેશમાં લોકસભાની બેઠકોને લઇ ગઠબંધનની જાહેરાત કરી શકે છે. બીજી બાજુ તેઓના ગઠબંધનને લઇને સત્તાવાર જાહેરાતની રાજકીય વર્તુળોમાં રાહ જોવામાં આવી રહી છે.

શનિવારના દિવસે માયાવતી અને અખિલેશ યાદવ પત્રકાર પરિષદ યોજનાર છે, જેમાં મહત્વના નિર્ણયની જાહેરાત કરવામાં આવનાર છે. પત્રકાર પરિષદ આવતીકાલે બપોરે ૧૨ વાગે યોજનાર છે, જેમાં બેઠકોની વહેંચણીના સંબંધમાં પણ જાહેરાત કરવામાં આવી શકે છે.

Image result for sp and bsp

ઉત્તરપ્રદેશની રાજનીતિ માટે આવતીકાલનો દિવસ નિર્ણાયક બની શકે છે. ઉત્તરપ્રદેશના રાજકીય ઇતિહાસમાં આવુ પ્રથમ વખત થઇ રહ્યુ છે જ્યારે બે દિગ્ગજ નેતા માયાવતી અને અખિલેશ એક સાથે મિડિયાની સામે આવનાર છે. તમામ પત્રકારોને આમંત્રણ આપી દેવામાં આવ્યુ છે.

સમાજવાદી પાર્ટીના નેતા રાજેન્દ્ર  ચોધરી અને બસપના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચન્દ્ર મિશ્રા તરફથી તમામને આમંત્રણ આપી દેવામાં આવ્યુ છે.

આ પહેલા રામ મંદિર આંદોલનના ગાળા દરમિયાન ૧૯૯૩માં સપા અને બસપનાની સાથે મળીને ચૂંટણી લડી હતી, ત્યારે  રાજ્યમાં ગઠબંધન સરકાર બનાવી  હતી.

આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પાર્ટીને સામેલ ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેનો અર્થ એ થયો કે કોંગ્રેસ મહાગઠબંધનનો હિસ્સો બનનાર નથી.

ઉત્તરપ્રદેશમાં લોકસભાની ૮૦ સીટો રહેલી છે, જેમાં બંને પાર્ટી ૩૭-૩૭ સીટો પર ચૂંટણી લડી શકે છે. પત્રકાર પરિષદ દરમિયાન કેટલીક અન્ય બાબતોની પણ જાહેરાત કરવામાં આવી શકે છે. જો ગઠબંધન કરાશે તો ૨૫ વર્ષ પહેલાની જીતનુ પુનરાવર્તન થઇ શકે છે.