new policy/ MSME પાસેથી ખરીદીને પ્રોત્સાહન આપવા ‘ગુજરાત ખરીદ નીતિ 2024’ જાહેર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા પહેલને વધુ વેગવાન બનાવવા ‘ગુજરાત ખરીદ નીતિ-૨૦૨૪’ જાહેર કરી છે. આ નીતિ  વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરશે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Beginners guide to 1 1 MSME પાસેથી ખરીદીને પ્રોત્સાહન આપવા ‘ગુજરાત ખરીદ નીતિ 2024’ જાહેર

નવી પોલિસીની મુખ્ય વિશેષતાઓ

⮚ વૉકલ ફોર લોકલ અને મેક ઈન ઇન્ડિયાને વેગ મળશે

⮚ સૂક્ષ્મ, કુટિર અને લઘુ ઉદ્યોગો તથા મહિલાઓ દ્વારા કાર્યરત ઉદ્યોગો માટે સરકારી ખરીદીમાં ખાસ જોગવાઈ

⮚ MSE એકમો અને સ્ટાર્ટ અપ્સને વિશેષ પ્રાથમિકતા

⮚ નવી ગુજરાત પ્રોક્યુરમેન્ટ પોલિસી PM મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરશે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા પહેલને વધુ વેગવાન બનાવવા ‘ગુજરાત ખરીદ નીતિ-૨૦૨૪’ જાહેર કરી છે. આ નીતિ  વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરશે. આ નવી પોલિસી રાજ્યના તમામ સરકારી વિભાગો, HODs, જિલ્લા કચેરીઓ, સત્તાવાળાઓ, ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓ/બોર્ડ્સ/નિગમો/સોસાયટીઓ દ્વારા વસ્તુ અને સેવાઓના પ્રોક્યુરમેન્ટને આવરી લેશે.

હાલ રાજ્યમાં ગુજરાત રાજ્ય ખરીદ નીતિ 2016 અમલમાં છે. તેની સફળતા બાદ આ નવી પોલિસી રાજ્યના સૂક્ષ્મ અને નાના એકમો પાસેથી પ્રોક્યોરમેન્ટને પ્રોત્સાહન પૂરું પાડવામાં વધુ ઉપયોગી સાબિત થશે. નવી ખરીદ નીતિ સૂક્ષ્મ, કુટિર, નાના સાહસો, ખાસ કરીને એસસી/એસટી અને મહિલા ઉદ્યોગસાહસિકોની માલિકીની ખરીદીને પ્રોત્સાહિત કરશે. તેમજ અન્ય સપ્લાયર્સની તુલનામાં ગુજરાત સ્થિત MSEs પાસેથી પણ ઉચ્ચ પ્રોક્યુરમેન્ટને સમર્થન આપશે. નવી પ્રોક્યુરમેન્ટ પોલિસી ગુજરાતના સ્ટાર્ટઅપ્સમાંથી પણ  પ્રોક્યુરમેન્ટને સમર્થન આપશે. નવી પોલિસીમાં સ્થાનિક સપ્લાયર્સના ફાયદાઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ પોલિસી અંતર્ગત પાત્ર સપ્લાયરોને ટેન્ડર ફી અને અર્નેસ્ટ મની ડિપોઝિટ (EMD)માંથી મુક્તિ આપવામાં આવશે.

આ પોલિસી હેઠળ ટેન્ડર વિના ખરીદી માટે રાજ્ય સરકારે જુદી જુદી મર્યાદાઓ નક્કી કરી છે, જેમાં સરકારી સંસ્થાઓ પાસેથી ટેન્ડર વિના રૂ. 15 લાખ સુધીની ખરીદી, સરકારી માલિકીની સંસ્થાઓ અથવા જાહેર ક્ષેત્રના એકમો (પીએસયુ) પાસેથી રૂ. ૧૫ લાખ સુધી ટેન્ડર વિના ખરીદી, સરકાર માન્ય સંસ્થાઓ પાસેથી રૂ. ૫ લાખ સુધીની ટેન્ડર વિના ખરીદી તેમજ સ્ટાર્ટઅપ્સ પાસેથી રૂ. 15 લાખ સુધી ટેન્ડર વિના ખરીદી કરવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. વધુમાં, સ્ટાર્ટઅપ્સને ન્યૂનતમ પૂર્વ અનુભવ અને ન્યૂનતમ ટર્નઓવર જરૂરિયાતોના માપદંડમાંથી મુક્તિ આપવામાં આવી છે.

​નવી ખરીદ નીતિ-૨૦૨૪ ભારત અને ગુજરાતમાં ઉચ્ચ મૂલ્યવર્ધન સાથે સપ્લાયર્સ પાસેથી માલ અને સેવાઓના પ્રોક્યોરમેન્ટને પ્રાથમિકતા આપે છે. આ નીતિ અંતર્ગત જે વસ્તુઓની પ્રોક્યુરમેન્ટની અંદાજિત કિંમત રૂ. 200 કરોડથી વધુ હોય એવા કિસ્સામાં જ ગ્લોબલ ટેન્ડર ઇન્ક્વાયરી બહાર પાડવામાં આવશે. આ ઉપરાંત રૂ. એક લાખથી વધુની વસ્તુઓ અને સેવાઓની તમામ પ્રોક્યુરમેન્ટ, GeM પોર્ટલ દ્વારા પ્રાપ્તિ સહિત, માત્ર ઇ-ટેન્ડર દ્વારા કરવામાં આવશે.

BIS સ્પષ્ટીકરણો ઉપલબ્ધ છે તેવી વસ્તુઓના પ્રોક્યુરમેન્ટ માટે આ નવી નીતિમાં BIS પ્રોડક્ટ સ્પેસિફિકેશનને અપનાવવાનું ફરજિયાત કરાયું છે. નવી પ્રોક્યુરમેન્ટ પોલિસી દ્વારા, રાજ્ય સરકાર ગવર્નમેન્ટ-ઈ-માર્કેટપ્લેસ (GeM) પોર્ટલ દ્વારા તમામ વસ્તુઓ અને સેવાઓની ખરીદીને પ્રોત્સાહન આપે છે.

ઉલ્લેખનીય છે કે, વિવિધ સંસ્થાઓ, ઉત્પાદન એકમો, વિવિધ સંગઠનો, બોર્ડ/કોર્પોરેશન, સરકારી વિભાગો/વિભાગોના વડાઓ (HoDs) દ્વારા પરચેઝ પોલિસીમાં થોડાં ઘણાં ફેરફારો માટે સૂચનો પ્રાપ્ત થયા હતા. આથી, ગુજરાત સરકારે તેની પરચેઝ પોલિસી ૨૦૧૬માં મેક ઇન ઈન્ડિયા પહેલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને અને હિતધારકોના તમામ સંબંધિત સૂચનોને સંબોધિત કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે 2022-23માં રૂ.1.47  લાખ કરોડથી વધુના મૂલ્યની વસ્તુઓ અને સેવાઓની ખરીદી કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃએપ્રિલ અને મે મહિનામાં પડશે કાળઝાળ ગરમી, બેવડી ઋતુનો સામનો કરવો પડશે

આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, હનુમાનના દર્શન કરી પ્રચાર શરૂ કરશે

આ પણ વાંચોઃ ભાવનગર મનપામાં મહિલા કર્મીએ ખોટું મેડિકલ સર્ટિ. રજૂ કરતા ભાંડો ફૂટ્યો