Cold/ ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે કાલથી રાજ્યમાં બે દિવસ કોલ્ડવેવ, ગુજરાતીઓ પણ ઠૂઠવાશે

ઉતરભારતમાં હિમવર્ષા અને ઠંડા પવનોના કારણે ઠંડી વધતા ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યોના વાતાવરણ અને તાપમાન પર અસર જોવા મળશે. આવતીકાલથી બે દિવસ તારીખ 28

Top Stories Gujarat
cold

ઉતરભારતમાં હિમવર્ષા અને ઠંડા પવનોના કારણે ઠંડી વધતા ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યોના વાતાવરણ અને તાપમાન પર અસર જોવા મળશે. આવતીકાલથી બે દિવસ તારીખ 28 અને 29 ડિસેમ્બરના રોજ ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

Maharashtra: IMD warns of cold wave spell | PUNE NYOOOZ

Railway / રેલવેના મુસાફરો માટે સારા સમાચાર, 1 જાન્યુઆરીથી આ ટ્રેનોમાં …

આ ઉપરાંત રાજકોટ તેમજ નલિયામાં પણ કોલ્ડ વેવ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.આજે રવિવારથી રાજ્યભરના વિવિધ શહેરોમાં લઘુતમ તાપમાન ઘટી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 3થી 4 ડીગ્રી તાપમાન ઘટ્યું છે. જેના કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આગામી બે દિવસ ઠંડીનું જોર વધુ રેહશે.

At 8.1 degree Celsius, Ahmedabad records lowest temperature in February  since 2015

Cricket / 2020 માં આ ખેલાડીએ જાણો કયા મામલે વિરાટ કોહલીને છોડ્યો પાછળ…

આ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, 27થી 30 ડિસેમ્બરના રોજ રેકોર્ડ બ્રેક ઠંડી પડશે. 30 ડિસેમ્બરના રોજ પવનની ગતિ તેજ રહેશે. અમદાવાદ, ગાંધીનગર, નલિયા,રાજકોટ સહિતના શહેરોમાં લઘુતમ તાપમાન ઘટશે અને ઠંડીનું પ્રમાણ વધશે. ગીરનારની તળેટીમાં પણ ઠંડી વધુ અનુભવાશે. તો ઠંડીના કારણે ઘઉંના પાકને ફાયદો થશે.અમદાવાદ શહેરનું તાપમાન ગઈકાલની સરખામણી 3 ડીગ્રી નીચું નોંધાયું છે. આજે લઘુતમ તાપમાન 13.4 ડીગ્રી નોંધાયું છે. તો નલિયાનું લઘુતમ તાપમાન 8 ડિગ્રીએ રહ્યું છે. ડીસા 12 .2 ડીગ્રી, તેમજ રાજકોટ નું તાપમાન 14.1 ડીગ્રી નોંધાયું છે.

 

Cricket / કેપ્ટન રહાણેએ ફટકારી શાનદાર સદી, ભારત મજબૂત સ્થિતિમાં…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…