Assembly/ ભારતીય સંસદીય ઈતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું, જાણો તમિલનાડુના રાજ્યપાલે શું કર્યુ…

તે પછી આર.એન. રવિએ ભાષણ વાંચવાની શરૂઆત કરી. તેમાં તમિલ દાર્શનિક તિરૂવલ્લુવરની અમુક પંક્તિઓ વાંચી હતી. ત્યારબાદ તેમણે કહ્યું કે, આવું કરવાથી રાષ્ટ્રગાન પ્રતિ સન્માન પ્રગટ થાય છે. તે સિવાય તેમણે કહ્યું કે આમાં એવા…..

Top Stories India
YouTube Thumbnail 2024 02 12T171140.029 ભારતીય સંસદીય ઈતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું, જાણો તમિલનાડુના રાજ્યપાલે શું કર્યુ...

Political News: તમિલનાડુ વિધાનસભામાં (Tamilnadu Assembly) રાજ્યપાલ (Governor) આર.એન. રવિએ રાજ્ય સરકાર તરફથી તૈયાર કરવામાં આવેલા અભિભાષણને વાંચવાની ના પાડી છે અને વિધાનસભામાંથી વોક આઉટ કરી દીધું છે. ભારતના સંસદીય ઈતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ રાજ્યપાલ ચાલુ વિધાનસભાએ જતા રહ્યાં હોય. જોકે, આવું થયા પછી ડીએમકે (DMK)સરકારે લેખિત ભાષણના પ્રસ્તાવને મંજૂર કરી દીધો છે.

સત્રની શરૂઆત તમિલનાડુના રાજ્યગાનથી થઈ હતી. તે પછી આર.એન. રવિએ ભાષણ વાંચવાની શરૂઆત કરી. તેમાં તમિલ દાર્શનિક તિરૂવલ્લુવરની અમુક પંક્તિઓ વાંચી હતી. ત્યારબાદ તેમણે કહ્યું કે, આવું કરવાથી રાષ્ટ્રગાન પ્રતિ સન્માન પ્રગટ થાય છે. તે સિવાય તેમણે કહ્યું કે આમાં એવા ઘણાંય પેરેગ્રાફ છે, જેથી હું સંતુષ્ટ નથી. નૈતિક અને તથ્યાત્મક આધાર પર હું સંતુષ્ટ નથી. હું મારૂ ભાષણ અહીં પૂરુ કરૂ છું. હું ઈચ્છુ છું કે, સભા ચાલે અને લોકોની ભલાઈ માટે સારી ડિબેટ થાય. આટલું કહી રાજ્યપાલ ત્યાંથી નીકળી ગયા હતા.

બાદમા તમિલનાડુ વિધાનસભાના સ્પીકર એ. અપ્પાવુએ ભાષણને વાંચ્યું. ભાષણને રાજભવન માટે મંજૂર કરવા મોકલવામાં આવ્યું હતું.  અત્યારે રાષ્ટ્રગાનને લઈ વિવાદ શમી ગયો છે. ધારાસભ્યોનું કહેવું છે કે અમે અગાઉથી જ નિર્ણય લઈ લીધો છે. સભાની કાર્યવાહી રાજ્રયગાનથી શરૂ કરવામાં આવે અને અંતે રાષ્ટ્રગીત વાંચવામાં આવે.

આ સિવાય સ્પીકરે જણાવ્યું કે,ભલે વૈચારિક મતભેદ હોય, પરંતુ તમિલનાડુમાં એમ.કે. સ્ટાલિન સરકાર હંમેશા ગવર્નરનું સન્માન કરતી રહી છે. આ વ્યવહારમાં કોઈ બદલાવ નહીં આવે. તેમણે વધુ જણાવતાં કહ્યું કે, હવે રાજ્યપાલનો વારો છે, તેમણે ઈમાનદારી બતાવવી જોઈએ. કેન્દ્ર સરકાર પાસે માગણી કરવી જોઈએ કે તમિલનાડુને તેમનો હક આપે. પીએમ કેર ફંડમાં કરોડો રૂપિયા પડ્યા છે. જો તમે માગ કરતા તો ફરીથી સરકારને રાહત મળતી અને થોડીક મદદ પણ તઈ જતી, જેથી અમે પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરી શકીએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદની એક એવી મહિલા જેને પીડોના દુ:ખને હળવું કરવા અનોખી રીતે કરી જન્મદિવસની ઉજવણી

આ પણ વાંચો:કતારની જેલમાંથી 8 ભારતીયોને મુક્ત કરાયાં, નૌ સેનાનાં પૂર્વ કર્મીઓએ જાણો શું કહ્યું…

આ પણ વાંચો:ગાંધીનગરમાં માતૃત્વને લાંછન લગાડનાર કિસ્સો, અસ્થિર બાળક જન્મતાં માતાએ તરછોડ્યું…