Not Set/ આતંકીઓનાં મૌતનાં આંકડાને લઇને ગૃહમંત્રી રાજનાથ સિંહનું મોટુ નિવેદન, બહાદુર લાશો ગણતા નથી

દેશનાં ગૃહમંત્રી રાજનાથ સિંહે બુધવારે મહારાજગંજ સંસદીય વિસ્તારનાં તરૈયા અને હાજીપુર સંસદીય વિસ્તારનાં મહનાર બાલક હાઇ સ્કૂલમાં સભાઓને સંબોધી હતી. જ્યા તેમણે પોતાના નિવેદનમાં આતંકીઓની મૌતનાં આંકડાઓ પર વાત કરી છે. તેમણે કહ્યુ કે, એ વાત સ્પષ્ટ છે કે અમે કોઇને હેરાન નહી કરીએ, પરંતુ કોઇ અમને કરવાનો પ્રયત્ન કરશે તો અમે તેને છોડીશુ નહી. […]

Top Stories India Politics
rajnath singh e1569430889863 આતંકીઓનાં મૌતનાં આંકડાને લઇને ગૃહમંત્રી રાજનાથ સિંહનું મોટુ નિવેદન, બહાદુર લાશો ગણતા નથી

દેશનાં ગૃહમંત્રી રાજનાથ સિંહે બુધવારે મહારાજગંજ સંસદીય વિસ્તારનાં તરૈયા અને હાજીપુર સંસદીય વિસ્તારનાં મહનાર બાલક હાઇ સ્કૂલમાં સભાઓને સંબોધી હતી. જ્યા તેમણે પોતાના નિવેદનમાં આતંકીઓની મૌતનાં આંકડાઓ પર વાત કરી છે. તેમણે કહ્યુ કે, એ વાત સ્પષ્ટ છે કે અમે કોઇને હેરાન નહી કરીએ, પરંતુ કોઇ અમને કરવાનો પ્રયત્ન કરશે તો અમે તેને છોડીશુ નહી. તેમણે વધુમાં કહ્યુ કે, જે લોકો આતંકવાદીઓનાં શવ ગણતરી વિશે પુછે છે તે જાણી લે કે યુદ્ધનાં મેદાનમાં લાશો તે ગણે છે, જે ગિધ્ધ હોય છે. બહાદુર લાશો ગણતા નથી.

AVDMODIRAJNATH આતંકીઓનાં મૌતનાં આંકડાને લઇને ગૃહમંત્રી રાજનાથ સિંહનું મોટુ નિવેદન, બહાદુર લાશો ગણતા નથી

બાલાકોટ પર એર સ્ટ્રાઇકમાં કેટલા આતંકી ઘવાયા તેની કોઇ સ્પષ્ટ માહિતી હજુ સુધી મળી નથી. જો કે બીજેપીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે પોતાના એક નિવેદનમાં 300 આતંકી માર્યા ગયા હોવાનું કહ્યુ હતુ પરંતુ તે વાતની હજુ કોઇ પુષ્ટી થઇ નથી. ત્યારે દેશનાં ગૃહમંત્રી રાજનાથ સિંહે આતંકીઓનાં શવનાં આંકડા પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, યુદ્ધનાં મેદાનમાં લાશો તે ગણે છે, જે ગિદ્ધ હોય છે. વધુમાં તેમણે કહ્યુ કે, એનડીએ દેશને ધનવાન બનાવવાની સાથે બલવાન પણ બનવવામાં સતત પ્રયાસો કરી રહ્યુ છે.

રાજનાથ સિંહે એક શાયરાના અંદાજમાં કહ્યુ કે, ‘નરેન્દ્ર મોદીની ફરી પીએમ બનવુ શ્યોર છે. દરેક સમસ્યાનો તે ક્યોર છે. ચારે દિશામાં આ શોર છે. પીએમ મોદી વન્સ મોર છે.’