Not Set/ સમાજવાદી પાર્ટીમાંથી કેમ સાઇડલાઇન થયા હતા અમરસિંહ.?

  અમરસિંહ અને મુલાયમસિંહ એટલા નજીક હતા કે..,સમાજવાદી પાર્ટીમાં અમરસિંહનો એકકો હતો..,અમરસિંહના કારણે જ મુલાયમે રાજ બબ્બરને પાર્ટીમાંથી સાઈડલાઈન કરી દીધા હતા..,અને અમરસિંહના કારણે જ આઝમખાનને પણ પાર્ટીમાંથી બહાર કાઢી મૂક્યા હતા..,પણ અમરસિંહે અખલીશ યાદવની પત્ની માટે કરેલા એક નિવેદનથી તેમની વર્ષોની મહેનત પર પાણી ફરી ગયું.., સમય બદલાય છે એમ અમરસિંહ પરિવર્તન કરતા હતા..,એક […]

India
d73b5a432a137448b3035592ec75c2b4 2 સમાજવાદી પાર્ટીમાંથી કેમ સાઇડલાઇન થયા હતા અમરસિંહ.?
d73b5a432a137448b3035592ec75c2b4 2 સમાજવાદી પાર્ટીમાંથી કેમ સાઇડલાઇન થયા હતા અમરસિંહ.? 

અમરસિંહ અને મુલાયમસિંહ એટલા નજીક હતા કે..,સમાજવાદી પાર્ટીમાં અમરસિંહનો એકકો હતો..,અમરસિંહના કારણે જ મુલાયમે રાજ બબ્બરને પાર્ટીમાંથી સાઈડલાઈન કરી દીધા હતા..,અને અમરસિંહના કારણે જ આઝમખાનને પણ પાર્ટીમાંથી બહાર કાઢી મૂક્યા હતા..,પણ અમરસિંહે અખલીશ યાદવની પત્ની માટે કરેલા એક નિવેદનથી તેમની વર્ષોની મહેનત પર પાણી ફરી ગયું..,

સમય બદલાય છે એમ અમરસિંહ પરિવર્તન કરતા હતા..,એક સમયે મુલાયમસિંહ યાદવની સમાજવાદી પાર્ટીમાં અમરસિંહનો ડંકો વાગતો હતો..,મુલાયમ દરેક મહત્વના નિર્ણય લેતાં પહેલાં અમરસિંહ સાથે ચર્ચા કરી લેતાં હતા..,પરંતુ સમય બદલાયો તો એમના રાજકારણનો રંગ પણ ફિક્કો પડવા માંડ્યો..,કેમ કે સમાજવાદી પાર્ટીનું નેતૃત્વ અખિલેશના હાથમાં આવ્યું..,અને પછી અમરસિંહને પાર્ટીનો પાછળનો દરવાજો દેખાડી દીધો..,નેતાજી ઉર્ફે મુલાયમના અંગત રહેલાં ઠાકુર નેતા અમરસિંહ છેલ્લે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહક બની ગયા હતા.અમરસિંહને સપા છોડ્યા પછી ભગવો રંગ ગમવા માંડ્યો હતો.લખનૌમાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં તેઓ ભગવા વેશમાં જોવા મળ્યા હતા.અને ત્યારપછી અમરસિંહ ભાજપમાં જોડાવવાના હોવાની ચર્ચા ચાલી હતી.જોકે, અમરસિંહે મગનું નામ મરી પાડ્યું ન હતું.

એક સમય હતો.જયારે સમાજવાદીના પૂર્વ નેતા અને રાજ્યસભા સાંસદ અમરસિંહ મુલાયમસિંહના અંગત હતા.નેતાજી ભાગ્યે જ કોઇ નિર્ણય અમરસિંહને પુછ્યા વિના લેતા હતા.એટલું જ નહીં, પણ અમરસિંહ જ સમાજવાદી પાર્ટીના લોકસભા અને વિધાનસભાની ટિકિટ કયા ઉમેદવારને આપવી તે અંગે નિર્ણય લેતાં હતા.અમરસિંહને મુલાયમ પોતાના ભાઈ ગણાવતા હતા.અમરસિંહના કારણે મુલાયમે રાજ બબ્બરને સાઈડલાઈન કર્યા.અને આઝમખાનને પાર્ટીમાંથી બહાર કાઢી મૂક્યા.મુલાયમના સમયમાં દિલ્હીમાં એ પાર્ટીનું લોબિંગ અને મીડિયા સાથે તાલમેલ કરવાની જવાબદારી નિભાવતા હતા.

અમરસિંહે રાજીવ ગાંધીના સમયમાં તત્કાલીન મુખ્યમંત્રી.વીર બહાદુર સાથે સંબંધો વધારીને રાજકીય સફર શરૂ કરી હતી.૧૯૯૫માં અમરસિંહ મુલાયમસિંહ યાદવની નજીક આવ્યા.સમાજવાદી પાર્ટીમાં કોર્પોરેટ કલ્ચર અને બોલિવૂડના લોકોની એન્ટ્રી કરાવી.આ દરમિયાન મુલાયમે અમરસિંહની ૧૯૯૬, ૨૦૦૨, ૨૦૦૮, ૨૦૧૬માં રાજ્યસભા માટે પસંદગી કરી હતી.૨૦૦૯માં ફિરોઝાબાદ લોકસભા બેઠકની પેટા ચૂંટણીમાં અખિલેશના પત્ની ડિમ્પલ યાદવ ચૂંટણી હાર્યાં અને અમરસિંહે કહ્યું કે,‘વધુ પડતા આત્મવિશ્વાસે તેમને ડૂબાડી દીધા.આ નિવેદનના કારણે અમરસિંહની સમાજવાદી પાર્ટીમાંથી હકાલપટ્ટી થઈ.થોડા દિવસો સુધી અમરસિંહ રાજકીય રીતે નિષ્ક્રિય રહ્યા. અને પછી તેમણે પોતાની ‘રાષ્ટ્રીય લોક મંચ’ પાર્ટીની સ્થાપના કરી.

કેટલાય સમયથી સપામાં રહયા પછી..,અને કીંગમેકરની ભૂમિકામાં આવવાથી અમરસિંહનો આત્મવિશ્વાસ પણ બેવડાઇ ગયો હતો.
એ જ આત્મવિશ્વાસના જોરે સપામાંથી છેડો ફાડીને તેઓ અલગ તો થઇ ગયા. પણ એ દબદબો..,અને એ જ ઝાકમઝોળ અમરસિંહના નસીબમાંથી છીનવાઇ ગઇ. રાજકારણના રેલામાં અમરસિંહ એવો તો સાઇડલાઇન થઇ ગયા કે વિવાદ સિવાય રાજકીય સફળતાની તેમની કોઇ વાત સામે આવી જ નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.