Not Set/ SC માં થઇ કોરોનાની Entry, બે જજ નો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

બીજી લહેરમાં જેમ લોકો વર્ક ફ્રોમ હોમ કરતા હતા તેમ સ્થિતિ આવી રહી હોય તેવુ સ્પષ્ટપણે દેખાઇ રહ્યુ છે. આ વચ્ચે સામે આવી રહ્યુ છે કે, SC નાં બે જજ પણ કોરોના સંક્રમિત થયા છે. 

Top Stories India
SC Judges Corona Positive

દેશમાં હવે કોરોનાવાયરસની ત્રીજી લહેર આવી ગઇ હોય તેમ સતત કેસમાં વૃદ્ધિ થઇ રહી છે. બીજી લહેરમાં જેમ લોકો વર્ક ફ્રોમ હોમ કરતા હતા તેમ સ્થિતિ આવી રહી હોય તેવુ સ્પષ્ટપણે દેખાઇ રહ્યુ છે. આ વચ્ચે સામે આવી રહ્યુ છે કે, SC નાં બે જજ પણ કોરોના સંક્રમિત થયા છે.

આ પણ વાંચો – WHO / કોરોનાના લીધે વિશ્વની સ્વાસ્થ સિસ્ટમ પર સીધી અસર પડી,એક જ સપ્તાહમાં 71 ટકા કેસ નોંધાયા

આપને જણાવી દઇએ કે, સુપ્રીમ કોર્ટનાં બે જજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે સુપ્રીમ કોર્ટ પણ વર્ક ફ્રોમ હોમ મોડમાં આવી ગયુ છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં, જ્યારે મુખ્ય ન્યાયાધીશ સહિત પાંચ ટોચનાં ન્યાયાધીશો 10:30 પછી પણ પોતપોતાના કોર્ટ રૂમમાં આવ્યા ન હોતા, ત્યારે બધાએ વિચાર્યું કે કોલેજિયમની બેઠક ચાલી રહી છે. પરંતુ પાછળથી જાણવા મળ્યું કે પાંચ સૌથી વરિષ્ઠ ન્યાયાધીશો વાસ્તવમાં સુપ્રીમ કોર્ટ પરિસરમાં કોવિડની સ્થિતિની સમીક્ષા કરી રહ્યા હતા અને પરિસ્થિતિનો સામનો કરવાના માર્ગો શોધી રહ્યા હતા. બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર શુક્રવારથી તમામ ન્યાયાધીશો તેમના ઘરેથી સુનાવણી કરશે. એટલે કે, ફરીથી સમયચક્ર લગભગ અઢી વર્ષ પાછળ ચાલી ગયું છે. સુપ્રીમ કોર્ટમાં 22 માર્ચ 2020થી વર્ચ્યુઅલ સુનાવણી શરૂ થઈ હતી. જ્યારે સંકટ વધ્યુ, ત્યારે તમામ ન્યાયાધીશો, રજિસ્ટ્રાર અને સ્ટાફ ઘરેથી કામ કરવા મજબૂર થયા હતા. 2021 નાં ​​અંતે, કોર્ટ ફરીથી ફીઝિકલ સુનાવણી માટે તૈયાર થઈ રહી છે. પરંતુ હવે ફરી પાછલા વર્ષો જેવી સ્થિતિ બની છે. એટલે કે સુનાવણી દરમિયાન Video સ્ક્રીન પર અલગ-અલગ વિન્ડોમાં જજ અને વકીલ હશે. સ્ક્રીન પર યોગ્ય સામાજિક અંતર હશે.

આ પણ વાંચો – કોરોનાના રેકોર્ડ કેસ / દેશમાં સાત મહિના બાદ કોરોનાના નવા 1 લાખથી વધુ કેસ,ત્રીજી લહેરની શરૂઆત

કોવિડની ત્રીજી લહેર એટલે કે ઓમિક્રોનનાં સતત અને ઝડપથી વધી રહેલા ચેપને કારણે હવે સુપ્રીમ કોર્ટમાં માત્ર વર્ચ્યુઅલ સુનાવણી થશે. ન્યાયાધીશો કોર્ટરૂમની જગ્યાએ તેમના નિવાસસ્થાનેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા સુનાવણીમાં હાજરી આપશે.