Not Set/ વિવાદિત નિત્યાનંદ આશ્રમ/ હુ આશ્રમ સાથે સંકળાયેલો હતો, છતા મારી સાથે ઘટી આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના : પિતા

પોતાના જ બાળક સાથે ન મળવા દેવાનો આક્ષેપ લગાવતા પિતાએ પોતાની દર્દનાખ કહાની મીડિયા સમક્ષ રજૂ કરી હતી. પિતાનું કહેવુ છે કે, અમને સંદેશો મળ્યો છે કે દિલ્હી પબ્લિક સ્કૂલમાં મારી દિકરીનું એડમિશન કરાવવામા આવ્યુ છે, જે એક સારી સ્કૂલ છે તેવુ મને કહેવામા આવ્યુ, જે ખૂબ સારી વાત છે પરંતુ તેવુ કેવી રીતે થઇ […]

Ahmedabad Top Stories Gujarat
Mantavya વિવાદિત નિત્યાનંદ આશ્રમ/ હુ આશ્રમ સાથે સંકળાયેલો હતો, છતા મારી સાથે ઘટી આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના : પિતા

પોતાના જ બાળક સાથે ન મળવા દેવાનો આક્ષેપ લગાવતા પિતાએ પોતાની દર્દનાખ કહાની મીડિયા સમક્ષ રજૂ કરી હતી. પિતાનું કહેવુ છે કે, અમને સંદેશો મળ્યો છે કે દિલ્હી પબ્લિક સ્કૂલમાં મારી દિકરીનું એડમિશન કરાવવામા આવ્યુ છે, જે એક સારી સ્કૂલ છે તેવુ મને કહેવામા આવ્યુ, જે ખૂબ સારી વાત છે પરંતુ તેવુ કેવી રીતે થઇ શકે કે દિલ્હી પબ્લિક સ્કૂલમાં દિકરી એડમિશન લેશે તો મા-બાપને મળવા નહી મળે. એવુ થઇ શકે છે ખરા?

આ સમગ્ર મામલે પિતાએ પોલીસનો સહારો પણ લીધો હતો, જેને તેમણે મળીને રિક્વેસ્ટ કરી હતી કે કોઇ પણ રીતે મને મારી બીજા નંબરની દિકરી સાથ મળાવી દો. પરંતુ તે ન થઇ શક્યુ. હુ મારી દિકરીને મળવા માંગુ છુ, મને ખબર નથી પડી રહી કે હુ મારી દિકરીને કેમ મળી શકુ નહી. તેઓ ક્યા છે તે મને ખબર નથી. મે મારી દિકરીઓને હિન્દુઇઝમનું જ્ઞાન લેવા માટે સ્વામી નિત્યાનંદજીનાં ગુરુકુલમાં જોઇન કરાવ્યુ હતુ. પિતાનું કહેવુ છે કે, હુ આ સંસ્થામાં સીનિયર પર્શન હતો, અને મારી સાથે જ આવુ થયુ. હવે આ લોકો મને અનેક પ્રકારની ધમકી આપી રહ્યા છે કે મારા ઉપર 30-40 રેપ કેસ દાખલ કરી દેશે. તેનુ કારણ માત્ર એટલુ જ કે હુ મારી દિકરીને મળવા માંગુ છુ. આવુ તેઓ કેવી રીતે બોલી શકે છે? મારા બાળકોને મળવા માટે આવા આરોપ તેઓ કેવી રીતે મારા પર લગાવી શકે. આપણે કેવી દુનિયામાં જીવી રહ્યા છીએ?

પિતાનું કહેવુ છે કે, મને હજુ પણ ખબર નથી પડી રહી કે, એવુ તે શું થઇ રહ્યુ છે તે આશ્રમમાં કે, મને મારી દિકરી સાથે મળવા દેવામાં આવતો નથી. દિકરી સતત વીડિયોમાં પોતાના તરફથી કહી રહી છે કે, મારે મારા માતા-પિતાને મળવુ નથી, જેને લઇને પિતાનું કહેવુ છે કે, એવુ કેવી રીતે બની શકે કે આ વાત વીડિયો મારફતે જ માત્ર કહી શકાય છે અને એવુ શું કારણ છે કે તે વીડિયોથી જ અમને આ જવાબ આપી રહી છે. મને આશંકા છે કે કોઇને કોઇ ગડબડી આશ્રમમાં ચાલી રહી છે જેને લઇને અમને દિકરી સાથે મળવા દેવાની પરવાનગી આપવામાં આવી રહી નથી. દુનિયા સાથે વાત કરાવવામાં આવી રહી છે પણ તેના પિતા સાથે નહી. જો તેને મારી સાથે વાત નથી કરવી તો માત્ર મને મળાઓ, માત્ર સામે લઇને આવો. હુ જાણવા માંગુ છુ કે તે કેમ છે જીવે છે કે કેમ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.