Not Set/ મોદી સરકારની ભેટ, પીએફના વ્યાજના દરમાં થયો વધારો, મળશે 8.65% વ્યાજ  

દિલ્હી, લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારે નોકરીયાત લોકોને મોટો બક્ષિસ આપી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા એટલે કે EPFO એ પ્રોવિડન્ટ ફંડ (પીએફ) પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. નાણાકીય વર્ષ 2018-19 માટે પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજ દર 8.65 ટકા કર્યો છે. EPFO એ 2017-18 માં પોતાના ધારકોને પીએફ પર 8.55 ટકા વ્યાજ ચુકવ્યું હતું. […]

Top Stories India Trending
01 12 મોદી સરકારની ભેટ, પીએફના વ્યાજના દરમાં થયો વધારો, મળશે 8.65% વ્યાજ  

દિલ્હી,

લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારે નોકરીયાત લોકોને મોટો બક્ષિસ આપી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા એટલે કે EPFO એ પ્રોવિડન્ટ ફંડ (પીએફ) પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. નાણાકીય વર્ષ 2018-19 માટે પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજ દર 8.65 ટકા કર્યો છે. EPFO એ 2017-18 માં પોતાના ધારકોને પીએફ પર 8.55 ટકા વ્યાજ ચુકવ્યું હતું. આ ગણતરીથી પીએફમાં 0.10 ટકાનો વધારો થયો છે. સરળ ભાષામાં સમજો તો નોકરીયાત લોકો માટે પીએફ પર સરકાર હવે પહેલાથી જ વધારે વ્યાજ આપશે. તેનો ફાયદો 6 કરોડ નોકરીઆત લોકોને મળશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી CBT ની ગુરુવારે બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. આ બોડી જ પીએફ પર વ્યાજ દર ભલામણ કરે છે. બોર્ડની મંજુરી પછી હવે પ્રસ્તાવને નાણા મંત્રાલયથી સંમતિની જરૂર પડશે.

શ્રમ મંત્રી સંતોષ ગંગવારએ જણાવ્યું હતું કે તમામ સભ્યોના ઇપીએફઓનું સેન્ટ્રલ બોર્ડ (સીબીટી) એ નિર્ણય લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે હવે આ પ્રસ્તાવને નાણા મંત્રાલયને મોકલાશે. નાણા મંત્રાલયથી મંજુરી મળ્યા પછી વ્યાજ માટે ઉપયોગકર્તાઓના ખાતામાં મૂકવામાં આવે છે.

આપને જણાવી દઈએ કે ઇપીએફઓએ 2017-18 માં પોતાના શેરધારકોને પીએફ પર 8.55 ટકા વ્યાજ ચૂકવ્યું છે. આ છેલ્લા 5 વર્ષમાં સૌથી ઓછું હતું. ત્યાં 2016-17 ની વાત કરવામાં આવર તો પીએફ પર 8.65 ટકા વ્યાજ દર હતું. એટલે કે ફરી એકવાર પીએફ પર એ જ વ્યાજ દ્રમળશે જે નાણાકીય વર્ષ 2016-17 મળી રહ્યો હતો. ત્યાં 2015-16 માં 8.8 ટકા વ્યાજ મળી. ઉપરાંત 2013-14 અને 2014-15માં વ્યાજદર 8.75 ટકા હતો.

જણાવીએ કે આગામી થોડા મહિનાઓમાં લોકસભાની ચૂંટણી થાય છે. ચૂંટણી પહેલા સરકાર તરફથી નોકરીયાત અને ખેડૂતોને આકર્ષવા માટે ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયાની ચોક્કસ રકમ આપવાની જાહેરાત કરવામાં આવી છે.