ભીંતચિત્ર વિવાદ/ સાળંગપુર વિવાદ મામલે સંત સમિતિની રચના કરવામાં આવી,સમિતિ ટૂંક સમયમાં નિર્ણય લેશે

સાળંગપુર મંદિરમાં વકરેલો વિવાદ ઠારવા માટે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠકમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે

Top Stories Gujarat
1 1 સાળંગપુર વિવાદ મામલે સંત સમિતિની રચના કરવામાં આવી,સમિતિ ટૂંક સમયમાં નિર્ણય લેશે
  • સાળંગપુર વિવાદ અંગે મોટા સમાચાર
  • સંત સમિતિની રચના કરાઈ
  • ટૂંક સમયમાં સમિતિ નિર્ણય લેશે

સાળંગપુર વિવાદ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વડતાલના સંત વલ્લભ સ્વામીની પત્રકાર પરિષદમાં ઉલ્લેખ કરતા  કહ્યું કે  એક સમિતિની રચના કરવામાં આવી છે, સમિતિ દ્વારા નિર્ણય સનાતની ધર્મના પક્ષમાં કરવામાં આવશે. આ સમિતિ વિવાદ અંગે નિર્ણય લેશે.અને ટૂંકમાં કોઇ મોટો નિર્ણય લેશે.

ઉલ્લેખનીય છે કે સાળંગપુર મંદિરમાં ભીંત ચિત્ર વિવાદ ઠારવા માટે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠકમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આ બેઠક ત્રણ કલાક સુધી ચાલી હતી.  ભીંતચિત્રો મુદ્દે વિવાદ વકર્યો હતો. સનાતન ધર્મના સંતોની સાથે 500થી વધારે લોકો સાળંગપુર પહોંચતાં ત્યાંના સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ બે દિવસનો સમય માગ્યો હતો અને બે દિવસમાં આ ભીંતચિત્રો હટાવવાની ખાતરી આપી હતી. હાલ સાળંગપુરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આચાર્ય પક્ષના ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામી પણ પહોંચ્યા છે. સાળંગપુર આ બેઠકમાં ભાગ લેવા માટે RSSના આગેવાનો પણ પહોંચ્યા હતા. RSSના કાર્યકારી સદસ્ય રામ માધવ પણ સાળંગપુર મંદિરે પહોંચ્યા હતા અને હાલ તેઓ ત્યાંથી રવાના થઈ ચૂક્યા છે. આજે રવિવારની રજા હોવા છતાં ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી. તો આ મુદ્દે ઈન્દ્રભારતીબાપુએ કહ્યું કે, આ સનાતનનો વિજય થયો છે.