તેલંગાણાના મંચિરિયાલ જિલ્લામાં એક દલિત યુવક અને તેના મિત્ર પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. બંનેને દોરડાથી બાંધીને ઊંધા લટકાવ્યા હતા. બાદમાં તેમને નીચેથી આગ લગાવવામાં આવી હતી. બંને યુવાનો દર્દથી ચીસો પાડી રહ્યા હતા. જેનો એક વીડિયો સામે આવ્યો છે. આરોપ છે કે બંને યુવકોએ બકરીની ચોરી કરી હતી. આ મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
કોઈક બહાને બંને યુવાનોને બોલાવીને ઊંધા લટકાવી દીધા
પોલીસના જણાવ્યા અનુસાર આ ચોંકાવનારી ઘટના ગયા શુક્રવારે બની હતી. મંદામરીના રહેવાસી રામુલુની બકરી ગુમ થઈ ગઈ હતી. રામુલુને શંકા હતી કે,બકરા ચરાવતો તેજા અને તેના દલિત મિત્ર ચિલુમુલા કિરણે બકરીની ચોરી કરી છે. રામુલુએ બંનેને કોઈ બહાને શેડમાં બોલાવ્યા. આ પછી રામુલુએ અન્ય લોકોની મદદથી બંનેને શેડમાં દોરડા વડે બાંધીને ઊંધા લટકાવી દીધા,બાદમાં નીચેથી આગ લગાવી હતી. બંનેને નિર્દયતાથી માર માર્યો હતો.
પીડિતની પત્નીએ કેસ દાખલ કર્યો હતો
આ અંગે દલિત ચિલુમુલાની પત્નીએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે SC/ST એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. બેલ્લામપલ્લી એસીપી સદૈયા અને એસએસઆઈ ચંદ્રકુમારે શનિવારે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.
આરોપીઓ પર ગંભીર કલમો લગાવવામાં આવી છે
એસીપી સદૈયાએ જણાવ્યું હતું કે, ત્રણ આરોપી રામુલુ, સ્વરૂપા અને શ્રીનિવાસની ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં તેઓ ન્યાયિક કસ્ટડીમાં છે. રામુલુ અને સ્વરૂપા પતિ-પત્ની છે. જ્યારે શ્રીનિવાસ તેમનો પુત્ર છે. ત્રણેય પર હત્યાનો પ્રયાસ અને દલિતો પર અત્યાચારનો આરોપ છે.
આ પણ વાંચો: Cm Gehlot/ “CM અશોક ગેહલોત”ની મુશ્કેલી વધી, આ મામલે રાજસ્થાન હાઈકોર્ટે મોકલી નોટિસ
આ પણ વાંચો: સફળતા/ હીરાચોરીઃ વહેલી સવારે લૂંટ અને સાંજ સુધીમાં ધરપકડ
આ પણ વાંચો: Karnataka Teacher/ શિક્ષણ જગતને લાંછન લગાવતી વધુ એક ઘટના: શિક્ષિકાએ કહ્યું-“આ હિંદુઓનો દેશ છે, તમે પાકિસ્તાન જાઓ”