Harsh Sanghvi-Cybercrime/ હર્ષ સંઘવીનું તડને ફડઃ પોલીસ ન સાંભળે તો સીધો મને કોલ કરજો

સુરતમાં લોકોમાં સાઇબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવા માટે પોલીસે યોજેલા સમારંભમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તડને ફડ કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં કોઈએ ડરવાની જરૂર નથી. જો પોલીસ મને તમારી ફરિયાદ ન સાંભળે તો સીધો મને ફોન કરજો

Top Stories Gujarat
Beginners guide to 4 1 હર્ષ સંઘવીનું તડને ફડઃ પોલીસ ન સાંભળે તો સીધો મને કોલ કરજો

સુરતઃ સુરતમાં લોકોમાં સાઇબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવા Harsh Sanghvi-Cybercrime માટે પોલીસે યોજેલા સમારંભમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તડને ફડ કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં કોઈએ ડરવાની જરૂર નથી. જો પોલીસ મને તમારી ફરિયાદ ન સાંભળે તો સીધો મને ફોન કરજો, એમ તેમણે સુરત ખાતે સુરત શહેર પોલીસ  સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ તથા સુરત એકેડેમિક એસોસિયેશનના સહિયારા પ્રયાસોથી સાઇબર સંજીવની હેઠળ શિક્ષકો માટે આયોજિત સાઇબર જાગૃતિ કાર્યક્રમમાં જણાવ્યું હતું.

તેમણે સાઇબર ક્રાઇમ પરના કાર્યક્રમમાં લોકોને સંબોધન કરતા Harsh Sanghvi-Cybercrime જણાવ્યું હતું કે ડિજિટલ યુગમાં હવે ટેકનોસેવી થવાનો સમય આવી ગયો છે. ટેકનોલોજીના વ્યાપની સાથે સાઇબર ક્રાઇમનો વ્યાપ પણ વધ્યો છે. લોકોએ ટેકનોલોજીનો ઉપયોગ કરતાં તેની સામે સુરક્ષિત રહેવું જરૂરી છે. તેમા પણ ખાસ કરીને દીકરીઓએ વધારે સુરક્ષિત રહેવું જરૂરી છે. તેઓના મોર્ફ કરેલા ફોટા જો ફરતા થાય તો બ્લેકમેઇલ થવાની કે ડરવાની જરૂર નથી. સીધો સાઇબર ક્રાઇમનો સંપર્ક સાધે, તેના પર કાર્યવાહી ન થાય કે ફરિયાદ ન લેવાયો તો સીધો ફોન કરે.

આ ઉપરાંત કોલેજ બહાર થતી ડ્રગ્સની પ્રવૃત્તિ અંગે કોઈપણ જાણકારી Harsh Sanghvi-Cybercrime મળે તો મદદ કરો. કોઈને પણ સાઇબર ક્રાઇમથી તકલીફ થઈ હોય તો મજાક ન ઉડાડો, પણ તેને મદદ કરી પોલીસમથકનો રસ્તો બતાવો. સાઇબર ક્રાઇમથી ડરવાની જરૂર નથી, તેનો સામનો કરવાની જરૂર છે. કોઈના કોઈપણ પ્રકારના બ્લેકમેઇલિંગને તાબે ન થાવ.

સરકાર દરેક પ્રકારના સાઇબર ક્રાઇમમાં મદદ કરવા તૈયાર છે. સુરતમાં સાઇબર સંજીવની 2.0 અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. સાઇબર ક્રાઇમ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે આ પ્રયાસ હાથ ધરાયો છે. આ કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત સાત હજાર શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે એક શિક્ષક હજાર વિદ્યાર્થીઓને સાઇબર ક્રાઇમ અંગે ભણાવે તો સાત હજાર શિક્ષક સીત્તેર લાખ લોકોને ભણાવી શકે.

 

આ પણ વાંચોઃ Karnataka Teacher/ શિક્ષણ જગતને લાંછન લગાવતી વધુ એક ઘટના: શિક્ષિકાએ કહ્યું-“આ હિંદુઓનો દેશ છે, તમે પાકિસ્તાન જાઓ”

આ પણ વાંચોઃ G20 Summit/ ‘કાશ્મીર હોય કે અરુણાચલ, દેશમાં ગમે ત્યાં મીટીંગ કરી શકે છે’ પીએમ મોદીનો ચીન અને પાકિસ્તાનને જવાબ

આ પણ વાંચોઃ  PM Modi Interview/  G-20 પહેલા PM મોદીનો મોટો ઈન્ટરવ્યુ, કહ્યું- ભારતમાં ભ્રષ્ટાચાર અને સાંપ્રદાયિકતા માટે કોઈ સ્થાન નથી

આ પણ વાંચોઃ Lightning Strikes/ ઓડિશામાં બે કલાકમાં 61 હજાર વખત વીજળી પડી, 10 લોકોના મોત થયા

આ પણ વાંચોઃ Udhayanidhi’s Statement/ ‘સનાતન ધર્મ ડેન્ગ્યુ-મેલેરિયા જેવો છે’, CMના પુત્ર ઉધયનિધિના નિવેદનમાં ફસાયા, દિલ્હી પોલીસમાં ફરિયાદ દાખલ