Not Set/ ધ્રાંગધ્રામાં જૂના મનદુ:ખમાં યુવાનની ઘાતકી હત્યા કરતાં આરોપીની ધરપકડ કરાઇ

સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રાના આંબેડકરનગરમાં જુના મનદુ:ખમાં બે પરિવાર વચ્ચે બોલેલી બઘડાટીમાં ધારીયા વડે થયેલા હુમલામાં યુવાનની હત્યા થયાની ઘટના ઘટી છે

Gujarat
Untitled 86 1 ધ્રાંગધ્રામાં જૂના મનદુ:ખમાં યુવાનની ઘાતકી હત્યા કરતાં આરોપીની ધરપકડ કરાઇ

સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રાના આંબેડકરનગરમાં જુના મનદુ:ખમાં બે પરિવાર વચ્ચે બોલેલી બઘડાટીમાં ધારીયા વડે થયેલા હુમલામાં યુવાનની હત્યા થયાની ઘટના ઘટી છે. આ બનાવ અંગે પોલીસે તપાસ શરુ કરી છે.

આ અંગે મળતી વિગતો મુજબ ધ્રાંગધ્રાના આમબેડકરનગર વિસ્તારમા જુના મનદુ:ખને લઇને બે પરીવારના સભ્યો વચ્ચે ગત રાત્રીના માથાકુટ થઇ હતી. જેમાં ધારીયા તથા ધોકા વડે હુમલો થતા ત્રણ ઇજાગ્રસ્ત થયા હતા. આ ઇજાગ્રસ્તોમા એક યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેને તાત્કાલિક અમદાવાદ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે બનાવની જાણ સીટી પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇને હુમલાખોરોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.

જેમાં આજે વહેલી સવારે ઇજાગ્રસ્ત યુવકનું મોત નિપજયું છે. દરમિયાન આંમ્બેડકરનગર વિસ્તાર ખાતે રહેતા ઉમેશભાઇ પ્રેમજીભાઇ પરમાર, રમેશભાઇ ખીમજીભાઇ તથા કૃણાલભાઇ સાથે અગાઉ મનદુખની લીધે શંકરભાઇ દુદાભાઇ પરમાર, વિનોદભાઇ દુદાભાઇ પરમાર, રાજુભાઇ ચતુરભાઈ પરમાર તથા કિશોરભાઇ ચતુરભાઈ પરમાર નામના ચાર શખ્સો દ્વારા ધારીયું, ધોકા તથા લોખંડના પાઇપ વતી હુમલો કર્યો હતો.

જેમા હુમલા દરમિયાન ઉમેશભાઇને માથાના ભાગે તથા લોખંડના પાઇપ, રમેશભાઇને માથાના ભાગે ધારીયું તથા નિઝામભાઇને માથાના ભાગે ધારીયા વડે ઇજ કરી તમામ ચાર શખ્સો ત્યાથી નાશી છુટ્યા હતા. આ તરફ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સરકારી હોસ્પીટલ ખસેડી સારવાર શરુ કરી હતી. જેમા વધુ પડતી ઇજા પામેલા કૃણાલભાઇને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા ત્યારે યુવકનું મોત આજે વહેલી સવારે નિપજ્યું છે.

આ અંગે નાયબ પોલીસ અધિક્ષક આર.બી.દેવધા તથા આઈ.સી. નાયબ પોલીસ અધિક્ષક એસ.જે.પવાર, ધ્રાંગધ્રા વિભાગનાઓની સુચના મુજબ તથા આઈસી પો.ઇન્સ. મિત્તલ ડી.ચૌધરી, એ.ડી.ડોડીયા, કે.ડી.પરમાર, એમ.ડી.પરમાર, યુવરાજસિંહ સોલંકી તથા દશરથભાઇ ઘાંઘર તથા વિક્રમભાઇ રબારી તથા મહાવીરસિંહ રાઠોડ તથા અશોકભાઇ શેખાવા તથા બ્રિજરાજસિંહ ઝાલા તથા ગોવીંદભાઇ કારેઠા તથા શકતિસિંહ સિંધવ વિગેરે પો.સ્ટાફ નાઓની ટીમ તૈયાર કરી અલગ અલગ બાતમીદારો થી ગુપ્ત બાતમી હકીકત તેમજ હ્યુમન સોર્સની સાથોસાથ ટેકનીકલ સોર્સીસથી તપાસ કરતા આરોપીઓ ધ્રાંગધ્રા તાલુકા ના કોંઢ ગામ તરફ ગયેલ હોવાની માહીતી મળતા તુરંત જ સદરહુ ગામ તરફ જતા કોંઢ ગામ પાસે પહોંચતા ઉપરોક્ત આરોપીઓ પોતાના મો.સા.લઇને જતા હોય જેઓને ઓળખી જતા બન્ને મો.સા.ચાલકોને ઉભા રાખી કોર્ડન કરી પકડી પાડી ધ્રાંગધ્રા સીટી પો.સ્ટે લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.