Not Set/ વડોદરાની જીએસપી કંપનીના 200 કર્મચારીઓને છુટા કારાતાં હોબાળો

વડોદરાની નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં GSP ક્રોપ સર્વિસ લિ. કંપની દ્વારા આસપાસના ગામના કર્મચારીઓને છૂટા કરી દેવાની હિલચાલ શરૂ કરતાં કંપનીના સ્થાનિક કર્મચારીઓએ કંપની બહાર ધરણા યોજી મેનેજમેન્ટના નિર્ણયનો ઉગ્ર વિરોધ  કર્યો હતો. નંદેસરીના આસપાસના ગામના લગભગ 200 જેટલા કર્મચારીઓ GSP ક્રોપ સર્વિસ કંપનીમાં નોકરી કરે છે. જ્યારે કંપની દ્વારા પરપ્રાંતીય સસ્તા કામદારો લાવવાની અંગેની જાણ […]

Gujarat
1503990459 Vadodara વડોદરાની જીએસપી કંપનીના 200 કર્મચારીઓને છુટા કારાતાં હોબાળો

વડોદરાની નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં GSP ક્રોપ સર્વિસ લિ. કંપની દ્વારા આસપાસના ગામના કર્મચારીઓને છૂટા કરી દેવાની હિલચાલ શરૂ કરતાં કંપનીના સ્થાનિક કર્મચારીઓએ કંપની બહાર ધરણા યોજી મેનેજમેન્ટના નિર્ણયનો ઉગ્ર વિરોધ  કર્યો હતો.

નંદેસરીના આસપાસના ગામના લગભગ 200 જેટલા કર્મચારીઓ GSP ક્રોપ સર્વિસ કંપનીમાં નોકરી કરે છે. જ્યારે કંપની દ્વારા પરપ્રાંતીય સસ્તા કામદારો લાવવાની અંગેની જાણ સ્થાનિક કર્મચારીઓને થતા તેઓએ વિરોધ  કર્યો હતો. કંપની મેનેજમેન્ટ દ્વારા 5 થી10 કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવતા હતા.વધુમાં ભૂતકાળમાં કંપનીમાં થયેલા અકસ્માતમાં દાઝેલા કર્મચારીઓએ કંપની પાસે વળતરની માંગણી પણ કરી હતી. જે માંગણી કંપની સત્તાધીશો દ્વારા માનવામાં આવી ન હતી.

કંપનીમાં કામ કરતી વખતે પોતાના જીવની સુરક્ષા માટે તકેદારીના પગલાં લેવા તેમજ શુદ્ધ પાણી અને ખોરાક મળે તેવી પાયાની માંગણીઓ પણ કંપની સત્તાધીશો સ્વીકારવા તૈયાર ન હતા સ્થાનિક કાયમી કર્મચારીઓ નું સંગઠન થાય તે પહેલાં છૂટા છવાયા કિસ્સામાં કર્મચારીઓને વાંકમાં લઈ નોકરી પરથી કાઢી મુકવાની યોજના કરી હતી. જેને લઈને આજે તમામ સ્થાનિક કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયાં હતાં.