Typhoon Haikui/ શું છે “હાઈકુઈ”?, જેણે તાઈવાનમાં હાહાકાર મચાવ્યો છે! જુઓ વીડિયો

તાઈવાનમાં “હાઈકુઈ”(Haikui) વાવાઝોડું તબાહી મચાવી રહ્યું છે. આ વાવાઝોડું રવિવારે પૂર્વી તાઇવાનમાં ત્રાટક્યું હતું. ત્યાર બાદ મુશળધાર વરસાદ પડ્યો હતો. રસ્તાઓ પર પાણી ભરાયા હતા. 145 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે વીજ ખોરવાઈ ગયું છે. હજારો ઘરો અંધકારમાં ડૂબી ગયા છે. મળતી માહિતી અનુસાર, લોકોએ ચાર વર્ષ બાદ આવું વાવાઝોડું […]

World Trending
Haikui શું છે "હાઈકુઈ"?, જેણે તાઈવાનમાં હાહાકાર મચાવ્યો છે! જુઓ વીડિયો

તાઈવાનમાં “હાઈકુઈ”(Haikui) વાવાઝોડું તબાહી મચાવી રહ્યું છે. આ વાવાઝોડું રવિવારે પૂર્વી તાઇવાનમાં ત્રાટક્યું હતું. ત્યાર બાદ મુશળધાર વરસાદ પડ્યો હતો. રસ્તાઓ પર પાણી ભરાયા હતા. 145 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે વીજ ખોરવાઈ ગયું છે. હજારો ઘરો અંધકારમાં ડૂબી ગયા છે.

મળતી માહિતી અનુસાર, લોકોએ ચાર વર્ષ બાદ આવું વાવાઝોડું જોયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લગભગ 4,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. તાઈવાનની બે મોટી એરલાઈન્સ યુએનઆઈ એર અને મેન્ડરિન એરલાઈન્સે તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરી દીધી છે. “હાઈકુઈ’ વાવાઝોડુંનો ખતરો ચીન અને ફિલિપાઈન્સમાં પણ મંડરાઈ રહ્યો છે.

વાવાઝોડું ગત મોડી રાત્રે ત્રાટક્યું

તાઈવાનની સેન્ટ્રલ વેધર બ્યૂરોએ કહ્યું કે, “હાઈકુઈ’ વાવાઝોડું મોડી રાત્રે ત્રાટક્યું હતું. તે રવિવારની બપોરે પૂર્વી તાઈવાનના એક પર્વત કાઉન્ટી સપાટી તાઈતુંગ પહોંચી ગયું છે.

એક રિપોર્ટ અનુસાર, આ વાવાઝોડુંને કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો પોતાના ઘરની અંદર છે. વહીવટીતંત્રે લોકોને બારીઓ અને દરવાજાથી દૂર રહેવાની સલાહ આપી છે. કારણ કે ભારે પવન અને વરસાદના કારણે અનેક વૃક્ષો પડી ગયા હતા. વાવાઝોડામાં લોકોના ઘરે રાખેલી પાણીની ટાંકીઓ ઉડી ગઈ હતી.

ચાર વર્ષ બાદ આ શક્તિશાળી વાવાઝોડું ત્રાટક્યું

તાઈતુંગમાં 58 વર્ષીય નિવૃત્ત મિકેનિક ચાંગ ઝી-મિંગે કહ્યું કે, તે ચાર વર્ષમાં આ સૌથી શક્તિશાળી વાવાઝોડું છે. આ માત્ર શરૂઆત છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને વૃક્ષો પડતા જોઈ શકો છો. અગાઉ 2019માં ‘બાઈલૂ’ વાવાઝોડું તાઈવાનમાં ત્રાટક્યું હતું. જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.

ખતરો હજુ ટળ્યો નથી

વેધર બ્યુરોના પ્રવક્તાએ જણાવ્યું કે વરસાદ અને પવનની ઝડપ વધુ વધશે. સોમવારે સાંજ સુધીમાં વાવાઝોડું તાઇવાન સ્ટ્રેટમાં આગળ વધશે. સમગ્ર ટાપુ પર 21,000થી વધુ ઘરોમાં વીજળી ગુમ થઈ છે. વૃક્ષ અને કારની ટક્કરથી બે લોકો ઘાયલ થયા છે.

રાષ્ટ્રપતિએ લોકોને સચેત રહેવા કહ્યું છે

તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેને કહ્યું કે, વરસાદને લઈને ભૂસ્ખલનનો ખતરો વધી ગયો છે. “હાઈકુઈ’ વાવાઝોડુંને લઈને સચેત રહો અને પોતાની સુરક્ષાનું ધ્યાન રાખો, બહાર જવાનું અથવા કોઈપણ જોખમી પ્રવૃત્તિ કરવાનું ટાળો. સેનાએ ચાર્જ સંભાળી લીધો છે. સંવેદનશીલ સ્થળોએ સેના તૈનાત કરવામાં આવી છે.

આ પણ વાંચો: Cm Gehlot/ “CM અશોક ગેહલોત”ની મુશ્કેલી વધી, આ મામલે રાજસ્થાન હાઈકોર્ટે મોકલી નોટિસ

આ પણ વાંચો: Old Phone-New Problem/ જૂનો ફોન બન્યો બન્યો નવી તકલીફનું કારણ

આ પણ વાંચો: ચેતવણી/ બહાર ખાતા ચેતજો, ફરસાણમાં કપડા ધોવાના સોડાનો થાય છે મોટાપાયા પર ઉપયોગ