Election/ ગૃહમંત્રી અમિત શાહની ચેતવણી, એર-સર્જિકલ સ્ટ્રાઈક થઈ છે, હજી પણ થતી રહેશે

દેશ પર ખોટી નજર રાખનારાઓ સામે તેમણે એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈક કરી છે અને કરતા રહેશે. તેમણે કહ્યું કે, દેશની સુરક્ષા સાથે કોઈપણ કિંમતે બાંધછોડ કરવામાં આવશે નહીં. કોંગ્રેસે દેશની સુરક્ષા સાથે રમત રમી છે જે હવે મોદી સરકારમાં શક્ય નહીં બને.

Top Stories India
amit

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ચેતવણી આપી હતી કે, દેશ પર ખોટી નજર રાખનારાઓ સામે તેમણે એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈક કરી છે અને કરતા રહેશે. તેમણે કહ્યું કે, દેશની સુરક્ષા સાથે કોઈપણ કિંમતે બાંધછોડ કરવામાં આવશે નહીં. કોંગ્રેસે દેશની સુરક્ષા સાથે રમત રમી છે જે હવે મોદી સરકારમાં શક્ય નહીં બને. તેમણે કહ્યું કે, દેશને સુરક્ષિત કરવાનું કામ મોદી સરકારે કર્યું છે અને કરતી રહેશે.

આ પણ વાંચો:ઉન્નાવ હત્યા કેસ બાદ રાજકારણ ગરમાયું, પ્રિયંકા ગાંધીએ ભાજપ પાસે માગ્યો જવાબ

2022ની વિધાનસભા ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે દેહરાદૂન જિલ્લાની સહસપુર વિધાનસભા બેઠક પર પહોંચેલા શાહે એક ચૂંટણી રેલીને સંબોધતા કહ્યું કે પાકિસ્તાન કદાચ ભૂલી ગયું છે કે કેન્દ્રમાં હવે સોનિયા અને મનમોહનની સરકાર નથી. તેથી જ પુલવામા અને પુરી જેવી આતંકવાદી ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો હતો.

પરંતુ કેન્દ્રની મોદી સરકારે તેના બહાદુર સૈનિકોના બલિદાનનો બદલો લેવા માટે કોઈ કસર બાકી ન રાખી અને સર્જિકલ અને એર સ્ટ્રાઈકથી જડબાતોડ જવાબ આપ્યો. શાહે સ્પષ્ટ કર્યું કે, દેશની ધરતી પર આતંકવાદને કોઈપણ સંજોગોમાં ખીલવા દેવામાં આવશે નહીં અને આતંકવાદીઓને કાબૂમાં લેવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં.

કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા શાહે કહ્યું કે, ઉત્તરાખંડ કોંગ્રેસ માટે માત્ર પ્રવાસન સ્થળ છે, જ્યારે ભાજપ માટે ઉત્તરાખંડ દેવભૂમિ છે. આ જ કારણ છે કે, 2013ની દુર્ઘટના બાદ કેદારનાથ ધામના પુનઃનિર્માણનું કામ જોર લગાવીને પૂર્ણ કરવામાં આવ્યું હતું અને હવે બદ્રીનાથ ધામનું સુસજ્જ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો:છત્તીસગઢના બીજાપુરમાં CRPF-નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, એક જવાન શહીદ, એક ઘાયલ

આ પણ વાંચો:કેનેડાની ત્રણ કોલેજોને વાગ્યા તાળાં, ગુજરાતના સેંકડો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા