Digital Gujarat/ ગુજરાત વિધાનસભા પૂર્ણપણે ડિજિટલ અને પેપરલેસ બનશે, સીએમે પણ લીધી તાલીમ

વડાપ્રધાનનું ડિજિટલ ઇન્ડિયાનું સૂત્ર ફક્ત નાણાકીય વ્યવહારો માટે જ નથી, બીજા ક્ષેત્રો માટે પણ છે તે વાતની સંપૂર્ણ પ્રતીતિ ગુજરાત વિધાનસભાની કાર્યવાહી સંપૂર્ણ ડિજિટલ બનવાની સાથે થઈ છે.

Gujarat
Beginners guide to 6 ગુજરાત વિધાનસભા પૂર્ણપણે ડિજિટલ અને પેપરલેસ બનશે, સીએમે પણ લીધી તાલીમ

ગાંધીનગરઃ વડાપ્રધાનનું ડિજિટલ ઇન્ડિયાનું Paperless સૂત્ર ફક્ત નાણાકીય વ્યવહારો માટે જ નથી, બીજા ક્ષેત્રો માટે પણ છે તે વાતની સંપૂર્ણ પ્રતીતિ ગુજરાત વિધાનસભાની કાર્યવાહી સંપૂર્ણ ડિજિટલ બનવાની સાથે થઈ છે. સીએમ ભુપેન્દ્ર પટેલે પોતે પણ આ માટે તાલીમ લીધી અને બીજા મંત્રીઓ પણ લેવાના છે. આમ ગુજરાત વિધાનસભા સંપૂર્ણપણે પેપરલેસ બનશે. ઉલ્લેખનીય છે કે નાગાલેન્ડ વિધાનસભા દેશની પ્રથમ વિધાનસભા છે જે સંપૂર્ણપણે પેપરલેસ છે. તેણે દેશની સૌપ્રથમ પેપરલેસ વિધાનસભા બનવાનું સન્માન મેળવ્યું હતું.
વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થશે ત્યારે ગુજરાત Paperlessવિધાનસભા આ પગલે વધુ એક ઇતિહાસ રચશે. આ વિધાનસભાની બધી કાર્યવાહી ડિજિટલ અને પેપરલેસ હશે. તેનો પ્રારંભ જ ઇ-વિધાન એપ્લિકેશનથી થશે. 13મી સપ્ટેમ્બરથી શરૂ થનારું વિધાનસભા સત્ર સંપૂર્ણપણે ડિજિટલ હશે.
ઇ-વિધાનસભા અને પેપરલેસ વિધાનસભા પર વધુ પ્રકાશ પાડતા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વિધાનસભાના સત્રના પ્રારંભથી અંત સુધીની બધી કાર્યવાહી પેપરલેસ હશે. પ્રશ્નો અને જવાબો સહિતની બધી કાર્યવાહી ડિજિટલ ફોર્મેટમાં થશે. દરેક મંત્રી અને પછી વિધાનસભ્યો પાસે પણ ટેબ્લેટ હશે. તેના પછી ભવિષ્યમાં નાગરિકોને પણ ઇ-વિધાનસભા એપ્લિકેશન સાથે જોડીને તેમની સમસ્યાનું ત્વરિત Paperless નિરાકરણ થાય તે માટે પ્રયત્નો કરવામાં આવનારા છે. આમ ગુજરાત વિધાનસભા દેશની પહેલી વિધાનસભા હશે જે સંપૂર્ણપણ ડિજિટલ હશે.
સીએમ ભુપેન્દ્ર પટેલે પોતે પણ આ એપ્લિકેશનની તાલીમ લીધી હતી. તેની સાથે આ એપ્લિકેશન દ્વારા થતી વિવિધ કામગીરીનું તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું. તેની સાથે ઇ-વિધાનસભા દ્વારા વિધાનસભાની કાર્યવાહી કઈ રીતે થાય છે અને તેનું ડિજિટલી સંચાલન કઈ રીતે થાય છે તે પણ તેમણે નીહાળ્યું હતું. આગામી સમયમાં લગભગ દરેક પક્ષના વિધાનસભાના સભ્યોએ ડિજિટલ તાલીમ મેળવવી પડશે.

 

આ પણ વાંચોઃ Old phone-New Problem/જૂનો ફોન બન્યો બન્યો નવી તકલીફનું કારણ

આ પણ વાંચોઃ ચેતવણી/બહાર ખાતા ચેતજો, ફરસાણમાં કપડા ધોવાના સોડાનો થાય છે મોટાપાયા પર ઉપયોગ

આ પણ વાંચોઃ resolution/સાળંગપુર ભીતચિત્રો મામલે સાધુ-સંતોએ સ્વામીનારાયણ સંપ્રદાય વિરુદ્ધ 13 ઠરાવ પસાર કરાયા

આ પણ વાંચોઃ ભીંતચિત્ર વિવાદ/સાળંગપુર વિવાદ મામલે સંત સમિતિની રચના કરવામાં આવી,સમિતિ ટૂંક સમયમાં નિર્ણય લેશે

આ પણ વાંચોઃ Anand Jail break/આણંદની બોરસદ જેલ મામલો, બેરેકના દરવાજાના લાકડા કાપીને ચાર કેદીઓ ફરાર