Not Set/ પાકિસ્તાનને અવળચંડાઇ ભારે પડી, બે જવાન ઠાર, ભારતીય જવાન પણ શહીદ

પાકિસ્તાન ગમે તેટલી શાંતીની અને કાશ્મીરની વાતો કરે પણ રહેશે તે કુતરાની પુંછડીની જેમ કાયમ માટે વાંકુને વાંકુ જ, અને આજે તે પાકિસ્તાને સાબિત પણ કરી બતાવ્યું છે ફરી જમ્મુ-કાશ્મીર સરહદ પર  પાકિસ્તાની સેનાએ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું . પાકિસ્તાનનાં ગોળીબારમાં ભારતીય જવાન નાઈક કૃષ્ણલાલ શહીદ થયા છે. કાશ્મીરનાં રાજૌરીનાં સુંદરવન સેક્ટરમાં LoC પર પાકિસ્તાની સેના […]

Top Stories India

પાકિસ્તાન ગમે તેટલી શાંતીની અને કાશ્મીરની વાતો કરે પણ રહેશે તે કુતરાની પુંછડીની જેમ કાયમ માટે વાંકુને વાંકુ જ, અને આજે તે પાકિસ્તાને સાબિત પણ કરી બતાવ્યું છે ફરી જમ્મુ-કાશ્મીર સરહદ પર  પાકિસ્તાની સેનાએ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું . પાકિસ્તાનનાં ગોળીબારમાં ભારતીય જવાન નાઈક કૃષ્ણલાલ શહીદ થયા છે. કાશ્મીરનાં રાજૌરીનાં સુંદરવન સેક્ટરમાં LoC પર પાકિસ્તાની સેના તરફથી ગોળીબાર કરાયો હતો. જોકે, ભારતે પણ વળતો બદલો તુરંતમાં જ લેતા ક્રોસ ફાયરીંગમાં પાકિસ્તાનનાં બે જવાનોને ઠાર માર્યા હોવાની માહિતી સેનાના સૂત્રો દ્વારા જણાવવામા આવી હતી.

પાકિસ્તાનને અવળચંડાઇ ભારે પડી, બે જવાન ઠાર, ભારતીય જવાન પણ શહીદ

 સેના દ્વારા કાશ્મીરમાં મિશન ક્લિન સ્વાઇપ ચાલી રહ્યું છે અને સેના જ્યારે કાશ્મીરમાં ધડાધડ આતંકીને ઠાર મારી રહી છે ત્યારે છેલ્લા પાંચ મહિનામાં 103 આતંકીઓને સેનાએ ઝેર કરી દીધા છે.  તે આ મામલે કશું કરી શકવાની તાકાત ન ઘરાવતું પાકિસ્તાન વારંવાર સિઝફાયરીંગનું ઉલ્લંધન કરે છે. પાકે છેલ્લા પાંચ માસમાં  1,170 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાક ભારતીય સરહદી ગામો અને સેનાની ચોકીને વારંવાર નિશાન બનાવવાની નાકામ કોશિશ કરતું રહે છે ત્યારે આજે ફરી આવુ જ કરી ફાયરીંગ કરવામા આવ્યું હતું, તે સામે સેના દ્વારા જડબાતોડ જવાબ આપી દેવામાં આવ્યો છે.

RAJOURI 1 2 પાકિસ્તાનને અવળચંડાઇ ભારે પડી, બે જવાન ઠાર, ભારતીય જવાન પણ શહીદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.