Not Set/ લખીમપુર ઘટના પર પ્રિયંકા ગાંધી- સરકાર ખેડૂતોને કચડી નાખવાની રાજનીતિ કરી રહી છે

યુથ કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ દાવો કર્યો છે કે પ્રિયંકા ગાંધીની ધરપકડ કરવામાં આવી છે. સીતાપુરનાં હરગાંવમાં પ્રિયંકા ગાંધીની અટકાયત કરવામાં આવી છે.

Top Stories India
11 26 લખીમપુર ઘટના પર પ્રિયંકા ગાંધી- સરકાર ખેડૂતોને કચડી નાખવાની રાજનીતિ કરી રહી છે

ગોરખપુરની એક હોટલમાં પોલીસનાં મારથી કાનપુરનાં વેપારી મનીષ ગુપ્તાનાં મોતનો મામલો હજુ ઠંડો પડ્યો ન હતો કે લખીમપુર ખેરીમાં એક નેતાનાં દિકરાનાં કારણે કથિત રીતે ખેડૂતો પર કાર ચઢાવી દેવાથી તેમની મોતની ઘટનાએ રાજ્યનાં રાજકીય તાપમાનમાં વધારો કર્યો છે.

આ પણ વાંચો – હિંસા મામલે / ખેડૂતોના નેતા રાકેશ ટીકૈતને લખીમપુર જતાં રોકવામાં પ્રશાસન નિષ્ફળ,ખેડૂતોનો ભારે ગુસ્સો

વહીવટીતંત્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ અને દોષિતોને કડક સજાની જાહેરાત કરી રહ્યું છે. પરંતુ ખેરીનાં બનબીરપુર ગામની ઘટનાએ માત્ર રાજ્યમાં જ નહીં પરંતુ દેશભરનાં ખેડૂતોમાં ગુસ્સાંનું બીજ વાવ્યું છે. ભારતીય કિસાન યુનિયન, સંયુક્ત કિસાન મોરચા અને કોંગ્રેસ, સપા, બસપા સહિત મોટાભાગનાં વિપક્ષી દળોનાં નેતાઓએ લખીમપુર ખેરી પહોંચવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા મોડી રાત્રે લખનઉ પહોંચ્યા અને ત્યાંથી લખીમપુર જવા રવાના થયા હતા. પરંતુ લખીમપુર પહેલા પોલીસે તેમને સીતાપુરમાં રોક્યા હતા. યુથ કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ દાવો કર્યો છે કે પ્રિયંકા ગાંધીની ધરપકડ કરવામાં આવી છે. સીતાપુરનાં હરગાંવમાં પ્રિયંકા ગાંધીની અટકાયત કરવામાં આવી છે. જ્યાંથી તેમને સીતાપુરનાં ગેસ્ટ હાઉસમાં નજરકેદમાં રાખવામાં આવ્યા છે. આ પહેલા પ્રિયંકા ગાંધીની પોલીસ અધિકારીઓ સાથે બબાલ પણ થઇ હતી. જ્યારે પોલીસે પ્રિયંકા ગાંધીને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમણે પોલીસનો ઉગ્ર વિરોધ કર્યો હતો. પ્રિયંકાએ કહ્યું કે, જે રીતે આ દેશમાં ખેડૂતોને કચડી દેવામાં આવી રહ્યા છે, તેના માટે કોઈ શબ્દો નથી, ઘણા મહિનાઓથી ખેડૂત અવાજ ઉઠાવી રહ્યો છે કે તેની સાથે ખોટું થઈ રહ્યું છે, સરકાર સાંભળવા તૈયાર નથી. આજે જે બન્યું છે તે દર્શાવે છે કે સરકાર ખેડૂતોને કચડી નાખવાની રાજનીતિ કરી રહી છે, ખેડૂતોને બરબાદ કરવાની રાજનીતિ કરી રહી છે. આ દેશ ખેડૂતોનો દેશ છે, તે ભાજપની વિચારધારાનો અગ્રણી નથી. આ ખેડૂતોનો દેશ છે, ખેડૂતોએ તેને બનાવ્યો છે.

આ પણ વાંચો – વિખવાદ / મેઘાલયમાં કોંગ્રેસના મતભેદને દૂર કરવા માટે આ નેતા રાહુલ ગાંધીને મળ્યા

પ્રિયંકાએ કહ્યું કે, જ્યારે બળનો ઉપયોગ કરવો પડે ત્યારે તેનો અર્થ એ થાય છે કે સરકાર અને પોલીસે તેમની નૈતિક સત્તા ગુમાવી દીધી છે. હું મારું ઘર છોડીને કોઈ ગુનો કરવા જઈ રહી નથી. હું હમણાં જ તે પીડિતોનાં પરિવારોને મળવા જાઉં છું, હું તેમના આંસુ લૂછવા માટે જાઉ છું, આમાં શું ખરાબ છે, હું શું ખોટું કરી રહી છું, અને જો હું કરી રહી છું તો તમારી પાસે ઓર્ડર હોવો જોઈએ, વોરંટ હોવો જોઈએ . હું CO ને બોલાવી રહી છું તો તે છુપાઈ રહ્યો છે, જો તે યોગ્ય કામ કરી રહ્યા છે તો તે કેમ છુપાઈ રહ્યા છે.